________________ કલ્યાણમંદિર તેત્ર 177 સાચી શક્તિ છે, કારણ કે બીજાને આશ્રય ન હોવાને લીધે આશ્રય છૂટવાથી ઊભે તે ડૂબવાનો સંભવ રહેતું નથી. આ રીતે વિચારતાં જણાય છે કે પ્રભુની વિશેષતાને આચાર્યજી ન્યૂનતા રૂપે ગણવી, પ્રભુજી માટેનું આપણું આશ્ચર્ય બેવડાવે છે. વળી સાધન વગર તારનાર પ્રભુ સમક્ષ પોતાનું આશ્ચર્ય વ્યક્ત કરે છે. અને એ અભિવ્યક્તિની આચાર્યજીની શૈલી આપણને આનંદવિભેર બનાવી, કાવ્યરસમાં તરબોળ બનાવી દે છે. સાથે સાથે તેમાં રહેલે ઉત્તમ ધ્વનિ અધ્યાત્મરસની લહાણ પણ કરી જાય છે. તેમાં આચાર્યજીની આત્મિક દશાની ઝલક આપણી સમક્ષ રજૂ થાય છે. અને આપણું હૃદયમાં એક વિચારસરણી ઊભી થઈ જાય છે. આરંભમાં પ્રભુની સ્તુતિ કરવા પ્રવૃત્તિ થયા ત્યારે પોતાની અલ્પતાનું ગાન ગાનાર આચાર્યજીની કેવી ભવ્યતા છે, અને તેઓ કેવી સફળ રીતે શ્રી પ્રભુના ગુણ ગાઈ શકે છે તેનો પરિચય અહીં સુધીની અને આ પછીની કડીઓમાં આપણને મળી રહે છે. ત્યાં પ્રભુને ઉપકાર માનવાની ઈચ્છા થાય છે, કે અલ્પતાનું ગાણું ગાઈ કાર્ય ન છેડી દેનાર આચાર્યજીની સમર્થતાને આપણને પ્રભુએ પરિચય કરાવ્યું. (29) विश्वेश्वरोऽपि जनपालक ! दूर्गतस्त्व किं वाऽक्षरप्रकृतिरप्यलिपिस्त्वमीश! / अज्ञानवत्यपि सदैव कथंचिदेव ज्ञान त्वयि स्फुरति विश्वविकाशहेतुः / / 30 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust