________________ કલ્યાણમંદિર સ્તોત્ર 179 પહેલી પંક્તિમાં આચાર્યજી પ્રભુને વિવેશ અને જનપાલક તરીકે ઓળખાવીને પ્રભુને દુર્ગત રૂપે ઓળખાવે છે. દુર્ગત શબ્દના બે અર્થ થાય છે. (1) દરિદ્ધી અને (2) દુખે કરીને જાણી શકાય એવા. દુર્ગત શબ્દનો પહેલે અર્થ લઈએ તે પહેલી પંક્તિ આ પ્રમાણે સમજાય : “હે જનપાલક ! આપ જગતના ઈશ્વર છે, તથાપિ દરિદ્રી છે.” આ વચન વાંચતાં જ તેમાં વિરોધ જણાઈ આવે છે. પાર્શ્વનાથ પ્રભુ જગતના ઇશ્વર અને જનપાલક અર્થાત્ જનેનું લેકોનું પાલન પિષણ કરનાર, લેકેના આત્માને સાચું પોષણ આપનાર દરિદ્રી ક્યાંથી હોઈ શકે? જે પ્રભુ દરિદ્રી હોય તે, પિતાની દુર્બળ તાને કારણે અન્યને કેવી રીતે શક્તિ-બળ–પિષણ આપી શકે? આમ પ્રભુ જે સમર્થ હોય દુર્બળ ન હોઈ શકે, અને જે દરિદ્રી હોય તે જનપાલક ન હોઈ શકે. આ પંક્તિમાં આચાર્યજીએ પ્રભુની સમર્થતા અને અસમર્થતા સાથે મૂકી વિરોધ ઊભે કર્યો છે. પણ જે દુર્ગત શબ્દનો બીજો અર્થ લઈને પંક્તિ વિચાર કરીએ તે તે વિરોધનું શમન થાય છે. દુર્ગત એટલે દુખે કરીને જાણી શકાય એવા એ અર્થ લઈએ તે આ પંક્તિ આમ સમજાયઃ “હે જનપાલક! તમે જગતનાં ઈશ્વર છે, તથાપિ દુખે કરીને જાણી શકાય એવા છે.” અહીં એમ સમજાય છે કે પ્રભુ જગતના જીવનું પાલન પોષણ એવી રીતે કરે છે કે તેઓ જન સમસ્તને ઓળખમાં આવતાં નથી. જેઓ પોતાના પિષણહારનું ઈચ્છાપૂર્વક ઓળખાણ કરવા પુરુષાર્થ કરે, શ્રમ લે અને કષ્ટો ભેગવે તેને જ પ્રભુની ઓળખાણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust