________________ કલ્યાણમંદિર સ્તોત્ર 175 ઘડો કુંભારે ઘડ્યો છે, તેને પાણીમાં ઊંધ રાખવામાં આવે ત્યારે તેને આધાર રાખનાર સમુદ્રના પાણીમાં ડૂબી ન જતાં, તરી શકે છે. ઘડામાં પૂરાયેલી હવાના કારણે ઘડાની ઘનતા ઓછી થાય છે, અને તે પાણીમાં તરે છે એટલું જ નહિ પણ સાથે લેનારને પણ તારે છે. ઘડો વિમુખ થઈ પાણીમ તરે છે અને આશ્રિતને તારે છે, અને પ્રભુ પરાગમુખ થઇ પોતે તરે છે અને આશ્રિતને તારે છે. આમ બંને તરવાનુ તથા તારવાનું કાર્ય કરે છે. તે બંને વચ્ચે તફાવત છે ? - ઘડાના કાર્યમાં અને પ્રભુનાં કાર્યમાં એક મહત્ત્વને ફેરફાર છે. જળ-સમુદ્રમાં જીવને તારનાર ઘડો કર્મવિપાક સહિત છે, અને સંસાર-સમુદ્રમાં જીવને તારનાર શ્રી પ્રભુ કર્મવિપાક રહિત છે. ઘડો કર્મવિપાક સહિત છે એટલે કે તેને માટી લાગેલી છે, તે માટીમાંથી જ બને છે. આમ ઘડામાં પિતા ઉપરાંત બીજા તનો સમાવેશ થયેલ જોઈ શકાય છે, ત્યારે પ્રભુજીની સ્થિતિ તેનાથી બરાબર ઉલટી છે. તેમને પૂર્વે જે કર્મવિપાક લાગેલું હતું, તે નીકળી ગયા પછી તેમનું તારવાનું કાર્ય શરૂ થયું હતું. કર્મવિપાક એટલે આત્માના પ્રદેશ પર લાગેલાં કર્મનાં પુદ્ગલ પરમાણુઓ. જ્યાં સુધી ઘાતી કર્મો રૂપી પુગલ પરમાણુઓ આત્માના પ્રદેશે પર લાગેલાં હતાં, ત્યાં સુધી પ્રભુજી કર્મભારને કારણે બીજાને તારવાનું કાર્ય યથાર્થ રીતે કરી શકતાં નહોતા. પણ તેઓ જેવા કર્મથી મુક્ત થયા, કેવળજ્ઞાન-કેવળદર્શન સહિત બન્યા છે તેમની તારવાની શક્તિ અનેકગણી વધી ગઈ. અર્થાત્ કોઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust