________________ 174 કલ્યાણમદિર સ્તોત્ર સંસાર-સમુદ્રથી પરાગમુખ જણાવે છે. જે રીતે વર્તવાથી સંસારના ભ્રમણની વૃદ્ધિ થાય તે રીતે વર્તે તે સંસાર-અભિમુખ કહેવાય; અને સંસારના પરિભ્રમણને અંત આવે એ રીતે વતે તે સંસારથી પરગમુખ કહેવાય. પ્રભુ સંસારથી પર બન્યા છે, સમગ્ર કર્મોનો નાશ થયે છે, તેમનાં જન્મ, જરા અને મરણાદિ દુઃખને આત્યંતિક વિગ છે, અને સંસારને ભગવટો અલ્પ માત્ર પણ બાકી રહ્યો નથી, કારણ કે ચારે ઘાતી કર્મોને નાશ કરી કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવ્યાં છે. આ અવસ્થાને કારણે પ્રભુ સંસાર-સમુદ્રથી પરાગમુખ છે તે સમજી શકાય તેમ છે. આ રીતે જોતાં પ્રભુને સંસારનું કોઈ કાર્ય કરવાનું બાકી રહેતું નથી, તેમ છતાં જે કંઈ પ્રભુનાં શરણમાં જાય છે તેને પ્રભુ તારે છે. પિતે સંસારથી છૂટ્યા છે, અને જે કંઈ જીવ સંસારથી છૂટવા પ્રવૃત્ત થાય છે, તેને પ્રભુ સંસારથી છોડાવે છે. તેઓને સાચે મેક્ષમાર્ગ બતાવી, કર્મથી છૂટવાને માર્ગ પ્રગટ કરીને પ્રભુ જીવનું અનેકધા કલ્યાણ કરે છે તે અત્યંત યંગ્ય છે, એમ આચાર્યજી અહીં જણાવે છે. . - આ કાર્ય ન બની શકે એવું નથી. પણ તે સહજ છે એવું પ્રતિપાદન આચાર્યજીએ અહીં કર્યું છે. અને તેનું સમર્થન પણ સંસારનું એક ઉદાહરણ લઈને તેમણે કર્યું છે. કુંભારે બનાવેલું માટીનું વાસણ, પિતાને આશ્રય કરનારને આ લેકમાં પણ વિમુખ છતાં સમુદ્રમાં તારી શકે છે. અહીં વિમુખ” એટલે નીચું મુખ એ પ્રમાણે અર્થ થાય છે. જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust