________________ 172 કલ્યાણમંદિર સ્તોત્ર અને નારકી એ ચાર પ્રકારના સંજ્ઞી પંચેન્દ્રિય જીવનમાં શાતાવેદનીય સૌથી વિશેષ દેવેને હોય છે. આથી જગતનાં સુખોમાં મેહ પામવાનું સૌથી બળવાન ક્ષેત્ર દેવલોક છે. દેવલેકમાં ભૌતિક સુખ અને શાંતિ સૌથી વિશેષ હોવાથી, દેવેને મેહમાં લપટાવાનું અધિક રહે છે, અને આત્મચારિત્ર પ્રગટાવવું અત્યંત કઠિન બને છે. સુખ તથા શાતાને ભગવટો વિશેષ હોવાને કારણે જીવને વિશેષ મારાપણું પુગલને વિશે આવે છે. ત્યારે અન્ય ગતિઓમાં આવા સુખ અને શાતાના નિમિત્તે ઘણુ અલ્પ હોય છે. અને તેને બદલે અશાંતિ અને અશાતાના નિમિત્તો ઘણા વિશેષ હોય છે કે જેનાથી છૂટવાના ભાવ જીવને થાય છે, અને એ પ્રમાણમાં મોહનીયની અલ્પતા રહે છે. આમ ચારે ગતિમાં દેવગતિ એવી છે કે જ્યાં મોહનીયનું બળવત્તરપણું સંભવે. મનુષ્યગતિમાં આત્મચારિત્રમાં લીન આત્માને જે દેવગતિમાં જવાનું બને છે તે ત્યાં તેનાથી તે ચારિત્રપાલન થઈ શકતું નથી, એવી બળવત્તરતા મેહની છે. આવી મેહની પ્રાધાન્યતાવાળી દેવગતિના દેવે પણ જ્યારે પ્રભુનાં ચરણમાં સ્થાન પામે છે ત્યારે ત્યાંથી બીજે જવા ઈચ્છતા નથી એ બતાવી પ્રભુના ચરણને મહિમા આચાર્યજીએ આપણી સમક્ષ ખેલ્યા છે. બાકી જે કઈ જીવ પ્રભુના ચરણમાં રહી. આત્માનું સુખ પામે તે ત્યાંથી ખસવા ઈચ્છે નહિ તે તે એક નિરપવાદ હકીકત જ છે. (28) त्वनाथ! जन्मजलधेविपराङ्मुखोऽपि यत्तारयस्य सुमतो निजपृष्ठ लग्नान् / . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust