________________ 171 કલ્યાણમંદિર સ્તોત્ર ગતિઓમાં ફેંકી દે છે. આવી દશા દેવકના દેવે કે જેઓ આત્મમાર્ગે શાંતિ મેળવવા ઈચ્છતા નથી, તેમની પણ થાય છે. આમ જેઓ સુમનસ છે તે જ પ્રભુને ઓળખી શકે છે, સાચી શાંતિ તથા સુખને અનુભવ કરી શકે છે. અને એટલે જ તેઓ પ્રભુને છેડી બીજે જવા ઈચ્છતા નથી, અર્થાત્ બીજેથી આનંદ લેવા પ્રવૃત્ત થતાં નથી. તેમને પ્રભુનાં ચરણ સમીપથી જે આનંદ પ્રાપ્ત થાય છે તે આનંદ બીજે ક્યાંયથી મળતું નથી, એટલે ત્યાંથી તેઓ લેશ પણ ખસવા ઈચ્છતા નથી. ત્યારે જેઓ સુમનસ નથી તેને તે પ્રભુ સમાગમના સુખની ઓળખ જ નથી એટલે કલ્પિત સુખને માટે જ્યાં ત્યાં વલખાં મારી દુઃખી થાય છે, અને ચારે ગતિમાં ભમ્યા કરે છે. આ વિચારણાથી એ સમજાય છે કે આચાર્યજીએ કહ્યું છે કે જે સુમનસ છે તે જ પ્રભુના ચરણને છોડી, બીજેથી આનંદ લેતા નથી, અર્થાત્ બીજે રમતાં નથી તે અત્યંત ગ્ય છે. સુમનસ નથી તેઓ તે ગમે ત્યાં ભમતા ફરતા હોય છે. આ વિચારણાના અનુસંધાનમાં એક બીજો પ્રશ્ન સંભવે છે. પ્રભુના ચરણને ઈચ્છનાર સુમનસ છો તે ચારે ગતિમાં હોઈ શકે છે. જે કઈ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ આત્માભિલાષી બને, અને પ્રભુનાં ચરણમાં સ્થાન પામે, તે તે જીવ પછી ક્યારેય બીજે જવા ઈચ્છતો નથી, અથવા તે બીજેથી આનંદ લેવાની તેને વૃત્તિ હેતી નથી. તે પછી આ ચાર ગતિને સમગ્રપણે લેવાને બદલે, આ વૃત્તિ સમજાવવા માત્ર દેવની જ પસંદગી કેમ આચાર્યજીએ કરી હશે? દેવ, મનુષ્ય, તિર્યંચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust