________________ કલ્યાણમંદિર સ્તોત્ર સુમનસને અર્થ પુષ્પ લઈએ તે તે વચન આ પ્રમાણે સમજાય હે પ્રભુ! આપને સંગ પામ્યા પછી પુષે બીજે રમતાં નથી. દેવની પુષ્પમાળા એક વખત પ્રભુનાં ચરણમાં સ્થાન પામ્યા પછી બીજે ક્યાંય જવા ઈચ્છા ધરાવતી નથી. ફૂલે એક વખત પ્રભુને ચડાવવામાં આવે તે પછી તે પ્રભુની સમીપ જ રહે છે, તેને બીજો કોઈ ઉપયોગ થતું નથી. અને પ્રભુનાં ચરણમાં સ્થાન પામેલ ફૂલેની ગતિ શુભ હોય છે. સુમનસને બીજો અર્થ દેવે અથવા તે વિદ્વાન લઈએ તે તે વચન આ પ્રમાણે સમયઃ હે પ્રભુ! આપને સંગ પામ્યા પછી દેવે અથવા તે વિદ્વાન બીજે રમતાં નથી. પુષ્પમાળાના ધારક દેવે એક વખત પ્રભુના ચરણમાં આવે તે પછી બીજે જવા ઈચ્છતા નથી. એટલે કે પ્રભુના ચરણમાં ભાવથી નમે છે ત્યારે તેમને જેવી શાંતિ ત્યાંથી પ્રાપ્ત થાય છે તેવી શાંતિ તેમને બીજે ક્યાંયથી પણ મળતી નથી. એટલે તેઓ બીજે જવા, બીજેથી આનંદ લેવા જવા ઈચ્છતા નથી. આ જ રીતે સુમનસ એટલે આત્મમાર્ગમાં ચાલવા ઈચ્છતા ભવ્ય જીવો કે જેમનું માનસ સવળું થયું છે, તેમને માટે પણ આ અર્થ યથાર્થ છે. . આત્મમાર્ગમાં ચાલવા ઈચ્છતે સુમનસ ગમે તે ગતિમાં હોય, પણ તે આત્માનું સુખ મેળવવા માટે પ્રભુના ચરણને છોડતું નથી, અને સદાય પ્રભુચરણમાં રહેવા ઈચ્છયા કરે છે. અહીં એક બીજી અપેક્ષાથી પણ વિચારવું યંગ્ય છે. સુમનસ જે શા માટે પ્રભુના ચરણમાં રહેવા ઈચ્છે છે? નરક ગતિમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust