________________ કલ્યાણમંદિર સ્તોત્ર 167 पादौ श्रयन्ति भवतो यदि वा परत्र त्वत्संगमे सुमनसो न रमंत एव / / 28 પડતી પ્રભુ! તુમ પાદમાં દેવેન્દ્ર નમતા તેમની, રન્ને રચિત મુગટ તજીને દિવ્ય માળા પુષ્પની, હું માનું છું મનમાં ખરે એ યોગ્ય થાયે સર્વથી, વિભુ ! આપનો સંગમ થતાં સુમનો બીજે રમતાં નથી. 28 ચોત્રીશ પ્રકારના અતિશયથી વિભૂષિત શ્રી વીતરાગપ્રભુનાં ચરણમાં દેના ઈન્દ્રો નમન કરે છે, ત્યારે તેમના ગળામાં શેભી રહેલી પુષ્પમાળા પ્રભુના ચરણને આશ્રય લે છે, તે પરિસ્થિતિની યોગ્યતા જણાવતાં આચાર્યજી આ કડીમાં પ્રભુજીને સંબોધીને કહે છે કે, “હે જિનદેવ ! આપને નમસ્કાર કરનાર દેવતાઓના ઈન્દ્રોના કંઠમાં રહેલી પુષ્પમાળા, તેમના રત્નજડિત મુગટોને છોડીને આપના ચરણારવિંદને આશ્રય લે છે તે યોગ્ય જ છે, કેમકે આપને સંગ થયા પછી સુમનસ (પુષ્પ અથવા દેવ) બીજે સ્થળે રમવું પસંદ કરતા નથી. સંસારની ચારે ગતિઓમાં દેવલોકમાં સૌથી વધુ પુણ્યને ભગવટો હોય છે. અને તે પુણ્યનો ભોગવટો પૂર્ણ કરવા માટે દેવલેકમાં દેવ રત્ન જડેલા મુગટો મસ્તકે પહેરે છે. અને તેમના ગળામાં ખલેલ પુપિની માળા સદાય શોભી રહે છે. આ ઉપરાંત બીજા પણ અનેક પ્રકારનાં ભૌતિક સુખેને ભેગવટો દેવકના દેવે કરે છે. જ્યારે દેવને તેમનાં આયુષ્યનાં માત્ર છ માસ બાકી રહે ત્યારે તેમના ગળામાં રહેલી પુષ્પની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust