________________ 168 કલ્યાણમંદિર સ્તોત્ર માળા કરમાવા માંડે છે, અને દેવને પિતાનાં પૂર્ણ થતાં આયુષ્યને લક્ષ થાય છે. તે પહેલાં તે માળા સદાય સુગંધી અને ખીલેલી રહ્યા કરે છે. જ્યારે દેવ શ્રી તીર્થંકર પ્રભુને વાંદવા આવે છે ત્યારે, તેમને મસ્તક નમાવી પંચાંગી નમસ્કાર કરે છે. એ નમસ્કાર કરતી વખતે, સામાન્ય રીતે જોઈએ તે ગળાની માળાને મસ્તકના મુગટને સ્પર્શ થાય, એટલે કે પુષ્પમાળા રત્નજડિત મુગટના આશ્રમમાં રહે. પણ જ્યારે દેવે પ્રભુને વાંદે છે ત્યારે એમ બનતું નથી. દેવે પ્રભુનાં ચરણમાં મસ્તક નમાવે છે, તેથી તે માળા મુગટ સુધી ન જતાં, પ્રભુનાં ચરણમાં જ સ્થિર થઈ જાય છે, અટકી જાય છે. પ્રભુના ચરણને મુગટધારી દેનાં મસ્તકને સ્પર્શ થાય ત્યારે માળા સ્વાભાવિક રીતે જ ચરણ પાસે રહી જાય. આ હકીકતને બહુ સુંદર રીતે રજૂ કરી, આચાર્યજી એ દ્વારા નવીન અર્થ અને પ્રભુને મહિમા આપણી પાસે વ્યક્ત કરે છે. આચાર્યજી આ કડીમાં આપણને જણાવે છે કે પુષ્પમાળા આ રીતે પ્રભુનાં ચરણને આશ્રય કરીને રહી જાય છે તે ખૂબ જ ગ્ય છે. કારણ કે પ્રભુના સમાગમમાં આવ્યા પછી “સુમનસ” બીજે રમતા નથી. સુમનસ” શબ્દ દ્વીઅર્થી છે, અને એ બંને અર્થમાં અહીં યોગ્યતાથી વાપરી આચાર્યજીએ ખૂબીથી શ્લેષ અલંકાર રચ્યું છે. “સુમનસ એટલે પુષ્પ, એ એક અર્થ થાય, અને બીજો અર્થ છે દેવ અથવા તે વિદ્વાન. જેનું માનસ સાચી રીતે પ્રવર્તે છે તે સુમનસ. ઉપરના વચનને સમનસના બંને અર્થના સંદર્ભમાં જતાં યોગ્ય જણાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust