________________ કલ્યાણમંદિર સ્તોત્ર 165 દીધાં હેય એમ આચાર્યજીને જણાય છે. આ ત્રણે ગળા ત્રણે લેકમાં ફરતાં ફરતાં પ્રભુનાં કાંતિ, પ્રતાપ તથા કીર્તિને ફેલાવો કરતા રહે છે અને એ ત્રણેથી બધા લેક ભરાઈ ગયા છે. ત્રણ લેકમાં ફેલાયેલા પ્રભુનાં કીર્તિ, કાંતિ તથા પ્રતાપના પ્રતિક રૂપે દેએ આ ત્રણ ગઢની રચના સમવસરણમાં કરી છે, એવું રહસ્ય આચાર્યજી આપણને આ કડીમાં સમજાવે છે. (ર૭) - આચાર્યજી 19 મીથી શરૂ કરી 27 મી કડી સુધીમાં ભગવાનને પ્રગટ થતાં જુદા જુદા નવ અતિશય તથા તેના વિશિષ્ટ અર્થે સમજાવીને આપણને ધન્ય કરે છે. પ્રભુજીને પ્રગટતા ચેત્રીસ અતિશયમાંના આચાર્યજીએ વર્ણવેલા નવ અતિશય આ પ્રમાણે છેદેશના સમયનું અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યવાણ, ચામર, સિંહાસન, ભામંડળ, દેવદુંદુભિ, છત્ર અને સમવસરણ. આ નવે અતિશયે એક સાથે વિચારીને પ્રભુનું ચિત્ર ખડું કરીએ તે પ્રભુની પ્રતિભાને આપણને સાચે લક્ષ થાય એમ છે. ' પ્રભુ જે જગ્યાએ દેશના પ્રકાશવાના હેય, તે જગ્યાએ સ્વચ્છ તથા પવિત્ર કરવા, તથા લોકોને દેશનાની જાણ કરવા માટે દેવે પુષ્પવૃષ્ટિ કરે છે. સાથે સાથે આકાશમાં મેટા નાદે દેવદુંદુભિ વગાડે છે. વળી દેશનાના સ્થળે માણિક્ય, સુવર્ણ તથા રૂપાના એમ ત્રણ ગઢવાળા સમવસરણની રચના કરે છે. તેની વચમાં અશોકવૃક્ષની નીચે સુવર્ણના સિંહાસન ઉપર પ્રભુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust