________________ ક૯૯ 164 કલ્યાણમંદિર સ્તોત્ર કાંગરાંવાળે રત્નનો ગઢ પ્રભુની કાંતિનું પ્રતિક જણાય છે. પ્રભુના આત્માની કાંતિ, તેમના દેહદ્વારા પ્રગટ થાય છે, એટલે કે આત્માની એ સૌથી નજીકનું તત્ત્વ છે. કાંતિ અર્થાત્ તેજી એ આત્માથી છૂટતાં કિરણોને સ્પર્શતે નજીકને ગુણ છે, ત્યારે પ્રતાપ અને કીતિ એ છૂટતાં કિરણોનાં પરિણામરૂપ છે, આથી એ પ્રમાણમાં દૂરના ગુણો કહી શકાય. આમ કાંતિ એ કારણરૂપ અને પ્રતાપ તથા કીતિ એ પરિણામરૂપ ગુણ છે. અત્યંત કાંતિ અર્થાત્ તેજસ્વીતા એ પ્રભુના આત્મામાંથી પ્રગટે છે, તથા તેમની શુદ્ધતાને કારણે આવિર્ભાવ પામે છે. આથી તેને પ્રભાવ ચેતરફ ફેલાય છે, એ પ્રભુને પ્રતાપ છે. આ પ્રભાવને અનુભવનારાઓ પ્રભુની કીતિ વિશાળ જગ્યાએ ફેલાવે છે કે પ્રભુ આવા અતિ અતિ પ્રભાવશાળી આત્મા છે. અર્થાત્ પ્રભુના પ્રતાપને અનુભવનારાઓ પ્રભુની કીર્તિને ત્રણે જગતમાં ફેલાવે છે. આ ત્રણે ગુણને એક સાથે સમજવા હોય તે કહી શકાય કે, પ્રભુના આત્માની અત્યંત વિશુદ્ધતાને લીધે પ્રગટતી કાંતિનો પ્રભાવ કીર્તિરૂપે તરફ ફેલાય છે. આ કાંતિનું ઘણું મહત્ત્વ છે. તેથી તેનાં પ્રતિકરૂપે રચાયેલ મણિરત્નનાં કાંગરાવાળે રત્નને ગઢ, પ્રભુની સમીપમાં તથા સૌથી મૂલ્યવાન હોય તે સહજ છે. ' માણિક્ય, સુવર્ણ અને રૂપાના ગઢ સમવસરણમાં વર્તળાકારે રચાયા હોય છે. એને આચાર્યજી કવિકલ્પનાથી ગેળારૂપે સમજે છે. અને એ ત્રણે ગળામાં પ્રભુએ પિતાનાં કાંતિ, પ્રતાપ તથા કીર્તિ પૂરીને ત્રણેને ત્રણે લેકમાં છેડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust