________________ 162 કલ્યાણમંદિર સ્તોત્ર એક રત્નના ગઢની રચના દેવે કરે છે. આ રત્નના ગઢ ઉપર મણિરત્નના કાંગરા મૂકેલા હોય છે. આ ગઢ રત્ન તથા મણિરત્નના તેજને કારણે ખૂબ પ્રકાશિત હોય છે. તે પછી પાછા બેસવાના સ્થાનકના વિભાગ આવે છે. આ વિભાગ પૂરા થવા આવે ત્યારે તેને ફરતે ગોળાકારમાં સેનાને ગઢ હોય છે, અને તેના ઉપર રત્નનાં કાંગરા મૂકેલાં હોય છે. એના ફરતા બેસવાના સ્થાનકેનો વિભાગ હોય છે. અને છેલે ફરતે રૂપાને ગઢ વર્તુળાકારે હોય છે, જેના ઉપર સેનાના કાંગરા હોય છે. પ્રત્યેક ગઢને ચાર દરવાજ હોય છે, જ્યાંથી શ્રોતાઓ સમવસરણમાં પ્રવેશે છે. આમ સમવસરણમાં ત્રણ ગઢની રચના થઈ હોય છે, અને જેમ જેમ અંદરના ગઢ તરફ જતા જઈએ તેમ તેમ ગઢ વિશેષ વિશેષ કિંમતી થતા જાય છે. સમવસરણમાં રૂપું, સુવર્ણ અને રત્નના એ ત્રણ જ ગઢની રચના કેમ થઈ, એ ત્રણ જ ગઢે પ્રભુની આસપાસ દેવેએ કેમ રચ્યા? આ સૂક્ષ્મ પ્રશ્ન આચાર્યજીના મનમાં આવી ગયે હશે, અને તેનું સમાધાન તેમને જે મળ્યું હતું તે તેમણે પ્રથમની બે પંક્તિઓમાં આપેલું જણાય છે. સમવસરણને વિશે રચાયેલા ત્રણ ગઢ, આચાર્યજીને પ્રભનાં કીતિ, પ્રતાપ અને કાંતિના પ્રતિકરૂપે જણાય છે. વળી ત્રણે દુનિયાને એનાથી ભરી દેવા માટે જ એનું સર્જન થયું હોય એમ તેમને જણાય છે. આ ત્રણ ગઢમાં, સેનાના કાંગરાવાળે રૂપાને ગઢ પ્રભુની કીતિનું પ્રતિબિંબ જણાય છે. ધર્મસ્થાપન, આત્મશુદ્ધિ અને તીર્થકરપદની પ્રાપ્તિથી પ્રભુની કીતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust