________________ 161 કલ્યાણમંદિર સ્તોત્ર - કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટાવ્યા પછી શ્રી તીર્થંકર પ્રભુ જયારે જ્યારે દેશના આપે છે, ત્યારે ત્યારે દેવલોકના દે ઉલ્લાસિત થઈ સમવસરણની રચના કરે છે. તે સમવસરણમાં સંસારના દુઃખથી છુટવાના કાયમી છ બેસીને પ્રભુનો ઉપદેશ સાંભળે છે. આ સમવસરણમાં ચારે દિશાએ ચાર દરવાજા હોય છે. અને અંદરના ભાગમાં, જુદી જુદી દશાની તથા જુદી જુદી ગતિનાં જીવને બેસવાના જુદા જુદા વિભાગ કરેલા હોય છે. સમવસરણમાં ચારે ગતિને જીવને આવવાને અધિકાર અપાયો છે. તેમાં મનુષ્યગતિ ઉત્તમ હોવાથી સૌથી વિશેષ સંખ્યામાં જીવો હાજર હોય છે. મનુષ્ય ગતિના વિભાગોમાં સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ ઉપરાંત કેવળી, ગણધર, મનઃ૫ર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદ પૂર્વધારી, ચર્ચાવાદી વિજય વગેરે પદવીધારીઓને પણ શ્રેતા સમુદાય તરીકે સમાવેશ થયો હોય છે. આ સર્વને બેસવાના અલગ અલગ સ્થાન તથા આસન રચાયાં હોય છે. આ બધી ગતિના શ્રેતા માટે જુદા જુદા વિભાગ રચવા સમવસરણમાં કોટ તથા ગઢની રચના દેવે કરે છે. આ કડીમાં આ ગઢ અને તેની રાંગનો નિર્દેશ કરી આચાર્યજી પ્રભુના અતિશયને બિરદાવે છે. ' - સમવસરણના મધ્યભાગમાં અશોકવૃક્ષ હોય છે. તેની નીચેના ભાગમાં સુવર્ણનું રત્નજડિત સિંહાસન હોય છે, તેના પર બિરાજમાન થઈ પ્રભુજી દેશના પ્રકાશે છે. તેના ફરતા વિભાગ પાડેલા હોય છે અને બધી બાજુના પહેલા ભાગને છુટા પાડવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust