________________ કલ્યાણમંદિર તેત્ર ૧પ૯ કેમ આગળ વધે તથા બીજે પાછળ પડે તેના માટેના અનેક દાવપેચ લગાવવા મંડી પડે છે. પરમાર્થમાગમાં આથી વિરૂદ્ધ બને છે. કેઈને પિતાથી વધારે સારું કાર્ય કરતાં નિહાળવામાં - આવે તે તેનામાં ઈષભાવ કે કપટભાવ જાગતાં નથી, પણ તે પ્રત્યે તેને અહોભાવ જાગે છે, અને તેને કેમ અનુમોદન મળે તે માટેની પ્રવૃત્તિ જેનારની થાય છે. આ ઉદાત્ત ભાવના માત્ર પરમાર્થમાં જ જોવા મળે છે. અને તેનું ઉદાહરણ આચાર્યજીએ ચંદ્રમા દ્વારા પ્રગટ કર્યું છે. જ્યારે ચંદ્રમાં પ્રભુને પિતા કરતાં વિશેષ કાર્ય કરતાં જુએ છે ત્યારે તે પ્રભુની ઈ કે ઉપેક્ષા કરવાને બદલે, ત્રણ છત્રના અતિશય રૂપે ભૂષણરૂપ બની જાય છે. ધન્ય છે આ મહામૂલા માર્ગને અને તેમાં પવનવેગે જતાં સર્વ મહાભાગી આત્માઓને. શ્રી માનતુંગાચાર્ય “ભક્તામર સ્તોત્ર”ની ૩૧મી કડીમાં આ જ અતિશય જરા જુદા સ્વરૂપે બતાવે છે - શોભે છત્ર પ્રભુ ઉપર તે ઉજળા ચંદ્ર જેવા, થંભાવે તે રવિ-કિરણનાં તેજને દેવદેવા, મોતીઓથી મનહર દિસે છત્ર શોભા અનેરી, દેખાડે છે ત્રણ ભૂવનની સ્વામિતા આપ કેરી. - શ્રી આદિનાથ પ્રભુની સ્તુતિરૂપ ભક્તામર સ્તોત્રની આ કડીમાં આચાર્યજી ત્રણ છત્રને અતિશય રૂપે બતાવે છે અને તે દ્વારા સમજાવે છે કે તે ત્રણ છત્રે પ્રભુનું ત્રણ જગત પલ્લું આધિપત્ય બતાવે છે. પ્રભુ ત્રણે ભુવનના માલિક હોય એવો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust