________________ કલ્યાણમંદિર સ્તોત્ર ૧પ૭ પ્રખર તાપની સામે ચંદ્રમાની ચાંદનીની શીતળતા કહેવામાં વિશેષ આદર પામી ચૂકી છે. એટલે કે તેજ કરતાં ઠંડક માટે લેકેમાં ચંદ્ર વિશેષ આદરણીય બન્યા છે. એ અપેક્ષાથી જોતાં પણ ચંદ્ર પાસે આત્મા વિજયી બને છે. આત્માનું તેજ ચંદ્રમાના તેજ કરતાં ઘણું વધારે છે એટલું જ નહિ પણ આત્માથી પ્રગટ થતી ઠંડક પણ ચંદ્રમાથી પ્રાપ્ત થતી ઠંડક કરતાં ઘણું વધારે છે. જેમ જેમ આત્મા વિશુદ્ધ થતું જાય છે તેમ તેમ તેની શીતળતા વધતી જાય છે, અને એથી ચંદ્રમાં કરતાં અનેકગણી ઠંડક એક વિશુદ્ધ આત્મા જગતના જીવને પમાડી શકે છે. આ બંને અપેક્ષાથી જોતાં પ્રભુનો વિશુદ્ધ થયેલે આત્મા. ચંદ્રમા કરતાં અનેકગણો ચડિયાત જણાયા વિના રહેતું નથી. પ્રભુને આત્મા જ્યારે પરમ વિશુદ્ધ બને ત્યારે તેનાં શીતળતા તથા પ્રકાશ ત્રણે જગતમાં ફેલાઈ ગયાં. અને એ વખતે જગતના સમસ્ત જીવોએ એક સમય માટે શાતા અનુભવી. વળી વિશુદ્ધ આત્મપ્રકાશમાં ત્રણે લેકનું સમય સમયનું જ્ઞાન પ્રકાશિત થતું હોવાથી તથા આત્માની શીતળતા સતત ફેલાતી રહેતી હોવાથી, જે કાર્ય ચંદ્રમા કરે છે, તે જ કાર્ય એનાથી અનેકગણી સારી રીતે પ્રભુને આત્મા કરવા લાગ્યું. એથી ચંદ્રમાને પોતાનું કાર્ય કરવાપણું રહ્યું નહિ. પરિણામે ચંદ્રને પિતાના સ્થાનેથી શ્રુત થવું પડયું સર્જાયેલી સ્થિતિને ચંદ્રમાએ કે લાભ લીધે તે પિતાની સમજણ અનુસાર આચાર્યજીએ પાછળની બે પંક્તિઓમાં આપણને જણાવ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust