________________ 156 કલ્યાણમંદિર તેત્ર અનુભવે છે. ચાંદનીની ઠંડક તથા મધુરતાને કારણે ઘણું લોકે ચંદ્રમાને અતિ પ્રિય ગણે છે, વળી તેને ઉપકાર માની ચંદ્રમાની અગત્યને પૂર્ણપણે સ્વીકારે છે. આમ ચંદ્રમા પોતે શીતળતા પ્રસરાવી જગતના જીવોને સાંત્વન આપવાનું મહામૂ લું કાર્ય કરે છે. ચંદ્રમા આ કાર્ય અનાદિકાળથી કરતે આવ્યું છે. પણ જ્યારે શ્રી પ્રભુએ કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવી સ્વાત્માને ત્રિલેકમાં પ્રકાશિત કર્યો, ત્યારે ચંદ્રમાના આ કાર્યની અગત્ય રહી નહિ. તેનું શીતળતા તથા પ્રકાશ આપવાનું કાર્ય અર્થહીન બની રહ્યું. આત્મા સ્વપરપ્રકાશક તિસ્વરૂપ છે. જ્યારે આત્મા વિશુદ્ધ બને છે ત્યારે તેનું તેજ એકઠા કરેલા કરેડે સૂર્ય કરતાં પણ વિશેષ હોય છે. એક સૂર્યનું તેજ એકઠા કરેલા અનેક ચંદ્રમાથી વિશેષ, અને એક વિશુદ્ધ આત્માનું તેજ કરેડે સૂર્યના તેજ કરતાં પણ વધારે છે. તે ગણતરીએ ગણતાં એક વિશુદ્ધ આત્માનું તેજ એક ચંદ્રમા કરતાં કેટલા ગણું કહી શકાય? વળી ચંદ્રમા જગતના-પૃથ્વીના એક ભાગને જ પ્રકાશે છે, ત્યારે વિશુદ્ધ આત્મા ત્રણે લેકને–જગત સમરતને એક સાથે પ્રકાશી શકે છે. આત્માને ત્રણે લેકનું સમય સમયનું જ્ઞાન કેવળજ્ઞાનમાં પ્રકાશે છે એ અપેક્ષા વિચારતાં ચંદ્રમા કરતાં આત્માનું બળવત્તરપણું સહેલાઈથી સમજી શકાશે. ચંદ્રમા કરતાં સૂર્યનું તેજ અનેકગણું હોવા છતાં, તેની શીતળતાને કારણે ચંદ્રમાની ચાંદની વિશેષ પ્રિયતા પામી છે. સૂર્યના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust