________________ કલ્યાણમંદિર સ્તોત્ર 155 પુણ્યને અતિશય સૂચવે છે. પ્રભુ જગતનાં ત્રિવિધ તાપથી છૂટ્યા છે, અને ત્રણે છે તે ત્રિવિધ તાપથી પ્રભુનું રક્ષણ કરે છે, તે વાવ તેમાં ગૂંથાયેલે જાણી શકાશે. તે બીજી બાજુ આ છત્રની રચના દ્વારા દેવ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે, અને તેના બળથી તેઓ ભાવિમાં કર્મમુક્ત બને છે. છત્રની રચના કેવી રીતે થઈ તે વિશેની પિતાની સૂઝ આચાર્યજી આ કડીમાં પ્રગટ કરતાં કહે છેઃ “હે નાથ! ત્રિલોકમાં પ્રકાશ જવ આપે કર્યો, : તારા સહિત આ ચંદ્રમા તવ હરણ અધિકારી ઠર્યો. " ' હે નાથ ! અશરણના શરણે એવા પ્રભુ, તમે જ્યારે ત્રણે લેકમાં તમારા આત્માને પ્રકાશિત કર્યો, એટલે કે તમે જ્યારે તમારા આત્માને ઘાતી કર્મોથી છેડાવી, શુદ્ધ કરી, કેવળજ્ઞાન અને કેવળદર્શનમય કર્યો ત્યારે તેને પ્રભાવ એટલે બધે હતે કે જગતને શીતળતા આપવાની સાથે પ્રકાશ આપનાર તારસમૂહથી શોભતે ચંદ્રમા તે કાર્ય કરવા માટે નિરુપયેગી– અનધિકારી થયે - તારામંડળના સમૂહની વચ્ચે રહેતે ચંદ્રમા પિતે પ્રકાશિત છે, અને પ્રકાશિત કરે છે અને સાથે સાથે મીઠી મીઠી ઠંડક પણ ચેતરફ પ્રસરાવે છે. ચંદ્રમાં આ કાર્ય દ્વારા જગત ઉપર ખૂબ ઉપકાર કરે છે. સૂર્યના તાપથી બળું બધું થતા લોકે ચંદ્રમાની, ચાંદનીની ઠંડક મેળવી, ઘણી શાંતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust