________________ 154 કલ્યાણમંદિર સ્તોત્ર વિશે પ્રકાશિત થયા, ત્યારે પછી તારાઓના સમૂહથી વીંટાયેલ ચંદ્રમા અધિકાર રહિત (નિરૂપયેગી) થયા. તેથી તે ચંદ્રમા, મેતીઓના સમૂહથી વીંટાયેલા અને પ્રકાશમાન એવાં, આપનાં ત્રણ છત્રનું સ્વરૂપ ધારણ કરીને, પિતે જ જાણે કે આપની પાસે (સેવા કરવા) આવ્યું ન હોય! એમ જણાય છે.” શ્રી તીર્થંકર પ્રભુ જ્યારે કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરે છે, ત્યારે તેઓ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ધર્મ પ્રવર્તાવે છે. પ્રભુના આ ધર્મપ્રવર્તનના પવિત્ર કાર્યના બહુમાન તરીકે દેવકના દેવ ત્રણ છત્રોની રચના કરે છે. આ ત્રણ છત્રમાં સૌથી નીચેનું છત્ર સૌથી મોટું હોય છે, તેની ઉપરનું છત્ર તેનાથી નાનું અને સૌથી ઉપરનું છત્ર સૌથી નાનું હોય છે, આ કમ હોય છે. પ્રત્યેક છત્રની ધારીએ ઉત્તમ પ્રકારનાં ખેતી લટકાવેલાં હોય છે. આ ત્રણે છત્રની રચના એવી અદ્ભુત હોય છે કે પ્રભુ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં આ ત્રણે છત્ર તેમની સાથે સાથે છાયા કરતાં જાય છે, એટલે કે તે ત્રણે છત્રે પ્રભુના મસ્તક પર જ રહ્યા કરે છે, આગળ કે પાછળ રહેતાં નથી. આ ત્રણે છે એક સાથે રહીને એવું સૂચવન કરે છે કે પ્રભુજીએ જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા પ્રાપ્ત કરી લીધી છે, અને આ એક્તાના પ્રતિક રૂપે છત્ર રચાયા છે. પ્રાપ્ત કરેલી એકતા ક્યારેય તૂટવાની નથી તે દર્શાવવા છત્રે પ્રભુની સાથે ને સાથે જ રહે છે. ત્રણે છ દિવ્ય રત્નથી મઢેલા હોય છે તેથી તેજસ્વી હોય છે, અને એ રીતે તે આત્માનાં તેજનાં પ્રતિક બની રહે છે. છત્રની રચના પ્રભુનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust