________________ ૧૫ર કલ્યાણમંદિર સ્તોત્ર રહે. આમ સાર્થવાહ પિતાનું વેપારાદિનું કાર્ય કરતાં કરતાં અન્ય અનેક મુસાફ પર પણ ઘણું ઉપકાર કરતા. સાથે વાહની આ પ્રવૃત્તિ સમજ્યા પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુને આચાર્યજીએ “મેક્ષનગરી પ્રતિ જતા સાર્થવાહ” તરીકે ઓળખાવ્યા છે તે અત્યંત ગ્ય લાગ્યા વિના રહેશે નહિ. શ્રી પાર્શ્વનાથ પ્રભુ સાર્થવાહ જેવા જ છે. તેમણે કર્મભૂમિથી શરૂ કરી મેક્ષનગરી સુધીની મુસાફરી આદરી છે. તેમને વેપાર તે પિતાનાં અને પિતાનાં શરણમાં આવનાર સર્વ જીવનાં કર્મ અપાવવાં તે છે. વળી પ્રભુ પિતે એકે કાર્ય એકલાં કરતાં નથી, પણ સમૂડમાં કરે છે. તેઓ અનેકની સાથે દીક્ષા લે છે, જ્ઞાન લે છે અને નિર્વાણ પણું ઘણું સાથે પામે છે. એકાકી કાર્ય પ્રભુ કરતાં નથી. તેમના રસાલામાં દીક્ષિત સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ ગણી શકાય. માર્ગમાં આવતી મુશ્કેલીઓ સામે ઝઝુમવા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી સાધને તૈયાર જ હોય છે. વળી ચિત્રીશ અતિશયે એ એમના વિશિષ્ટ અંગે કહી શકાય. આ અતિશને કારણે શ્રી તીર્થંકર પ્રભુ સહુ સાર્થવાહમાં ઉત્તમ સાર્થવાહ છે તેમ સાબિત કરી શકાય. આવા ઉત્તમ સાર્થવાહ, જે મુક્તિ પુરી પ્રત્યે ગમન કરે છે તેમને સથવારે કરે છે, જે કઈ મેક્ષમાં જવા ઈચ્છતા હોય તેમને માટે કર્તવ્યરૂપ છે. આ મહત્વને સંદેશ દેવદુંદુભિ લોકોને આપે છે. જ : ન કર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust