________________ કલ્યાણમંદિર સ્તોત્ર 151 માત્ર અર્પણભાવથી પ્રભુની ભક્તિ કરંવાનું કહીને રહી જતાં નથી, તેઓ તે પ્રભુની સુંદર રીતે ઓળખ પણ આપે છે. જીવ ફોની ભક્તિ કરે છે તેને લક્ષ જે તેને ન હોય તે, ભક્તિમાં અર્પણભાવ આવે કે પ્રભુમાં સાચી શ્રદ્ધા પ્રગટાવી અત્યંત કઠિન છે, તેથી આ પ્રભુ પૂજવા યોગ્ય છે, અને શા માટે પૂજવા ગ્ય છે તે પણ બતાવાયું છે. તેમ કરવા માટે પ્રભુનું કાર્ય શું છે તેની જાણ કરાઈ છે. પ્રભુને “મુક્તિનગરીમાં જતા સાર્થવાહ” તરીકે અહીં ઓળખાવાયા છે. આ અગાઉના સમયમાં જ્યારે આગગાડી, મેટર, વિમાન વગેરે જેવાં ઝડપથી પ્રવાસ કરાવી શકે તેવાં સાધનોનો ઉપયોગ શરૂ થયું નહોતું, ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સામાન્ય જનો સાર્થવાહને આશરો લેતા. સાર્થ વાહ એક સ્થળેથી બીજા સ્થળે જવામાં એકલા પ્રવાસ ન કરે, પણ તેની સાથે ઘણો મોટો રસાલે લેતા જાય છે. તેમના રસાલામાં માણસે, ચીજ વસ્તુઓ, પ્રાણીઓ, ધન વગેરે મટી સંખ્યામાં હોય છે. અને ચીજ વસ્તુની ગામે ગામે લેવડદેવડ કરતાં કરતાં તે નિયત સ્થળે પહોંચે છે. જુદા જુદા સાર્થવાહ, પિતાનાં વેપારનાં કામકાજ અંગે જુદા જુદા સ્થળેએ જતા. અને જે લોકોને જે સ્થળે જવાનું હોય તે સ્થળે જનાર સાર્થવાહને સંગાથ કરતા. આમ કરવાથી રસ્તામાં ચાર લૂંટારાને ભય ઘણે અદ્રશ્ય થઈ જાય, જંગલી જનાવરને ભય પણ મોટા સમૂહને કારણે નહિવત્ રહે, અને લાંબા પ્રવાસમાં માંદબી આદિ મુશ્કેલી આવે તે જરૂરી સહાય મળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust