________________ 160 કલ્યાણમંદિર સ્તોત્ર - ભાવ અહીં વ્યક્ત થયેલું જોવા મળે છે. અહીં પ્રભુ પિતે માલિક થયા હોય તેમ લાગે છે. ત્યારે કલ્યાણ મંદિરમાં સિદ્ધસેન દિવાકર સૂરિ જે રીતે આ અતિશય વર્ણવે છે તે જોતાં એમ જણાય છે કે જગતવાસી જીવેના પ્રતિનિધિરૂપ ચંદ્રમાએ તારામંડળ સહિત આવીને પ્રભુને ત્રણ જગતનું અધિપતિપણું અપ્યું છે. આ બંને કડીઓને વિચાર કરીએ છીએ ત્યારે કલ્યાણમંદિર તેત્રમાં આ અતિશય વિશેષ રહસ્ય સાથે પ્રગટ થયેલું જોવા મળે છે. (26) स्वेन प्रपूरित जगत्त्रय पिंडितेन कांति प्रताप यशसामिव संचयेन / माणिक्य हेमरजत प्रविनिर्मितेन सालत्रयेण भगवन्नभितो विभासि / / 27 કીતિ, પ્રતાપ જ કાંતિ કેરા સમૂહથી રૅલેક્ય આ, ગોળારૂપે ભગવાન! જ્યમ આપે પૂરેલાં હોય ના! રૂપું, સુવર્ણ અને વળી માણિક્યથી નિર્મિત ખરે, એ પાસથી શોભી રહ્યા ત્યમ આપ ત્રણ કિલ્લા વડે. 27 પ્રભુના એક પછી એક અતિશય વર્ણવતા આચાર્યજી આ કડીમાં સમવસરણનું મહામ્ય પ્રગટ કરતાં જણાવે છે કે હે ભગવાન! સમવસરણને વિશે માણિક્યના, સેનાના અને રૂપાના એ ત્રણ ગઢ વડે આપ તરફ પ્રકાશે છે. તે ત્રણ ગઢ જાણે કે આપની કાંતિ, પ્રતાપ અને યશના સમૂહના ત્રણ ગોળા હોય, અને તે વડે કરીને આપે આ ત્રણે દુનિયાને પૂરી દીધી હોય–ભરી દીધી હોય એમ જ દેખાય છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust