________________ 136 કલ્યાણમંદિર સ્તોત્ર સુવર્ણ રતનેથી બનેલા ઉજળા સિંહાસને, ગંભીર વાણું વાન રૂપે શ્યામ સ્વામી આપને; ઉત્સુક થઈને ભવ્યજનરૂપી મયુર નિરએ, મેરુ શિરે અતિ ગાજતા નવ મેઘસમ પ્રીતિ વડે. 23 પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે તે સ્થળે દેવે એક ઉત્તમ સમવસરણની રચના કરે છે. આ સમવસરણના મધ્ય ભાગમાં દેવે અશોકવૃક્ષ વિકુવે છે. અશેકવૃક્ષના નીચેના ભાગમાં રનેથી મઢેલા સુવર્ણના સિંહાસનની રચના કરે છે. આ સિંહાસન પર શ્રી તીર્થંકર પ્રભુ બિરાજે છે, અને "3" નાદથી ભરેલી દેશના દ્વારા સર્વ ભવ્ય જીને યથાયોગ્ય બોધ આપે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ દેશના આપતી વખતે કેવા ભવ્ય લાગતા હતા, તે આપણને પ્રત્યક્ષ કરાવતાં આચાર્યજી આ કડીમાં પ્રભુને કહે છે કે “હે સ્વામી! જેમ મેરુ પર્વતના શિખર ઉપર અત્યંત ગર્જના કરતા નવીન મેઘને મેર પક્ષીઓ અત્યંત આતુરપણાથી જુએ છે, તેમ જ સમવસરણને વિશે સવર્ણ અને રતનેના બનેલા ઉજજવળ સિંહાસન ઉપર બેઠેલા, શ્યામરૂપવાળા અને ગંભીર વાણીનેં ઉચ્ચારતા એવા આપને ભવ્યજનરૂપી મયુરે અત્યંત ઉત્સુકપણે જુએ છે.” . દે દેવલેકમાં ઉત્પન્ન થયેલાં અમૂલ્ય રત્ન જડીને સુવર્ણનું અતિ અદ્દભુત કહી શકાય એવું સિંહાસન શ્રી પ્રભુ માટે રચે છે. અને તે સિંહાસનના મધ્યભાગમાં અશોકવૃક્ષ હોય છે. આવા પ્રકારનાં વિશિષ્ટ સિહાસનની રચના દે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust