________________ 142 કલ્યાણમંદિર સ્તોત્ર શરૂઆત થાય છે. શુદ્ધાત્માના પ્રતિક રૂપે મસ્તકની પાછળ તેજમંડળ રહે છે, અને તેને ભામંડળ કહેવામાં આવે છે. જેમ જેમ આત્માની વિશુદ્ધતા વધતી જાય છે તેમ તેમ ભામંડળનું તેજ પણ વધતું જાય છે, અને આત્મા જ્યારે સંપૂર્ણ શુદ્ધ બને છે, ઘાતકર્મોથી રહિત બને છે ત્યારે તેનું ભામંડળ અત્યંત તેજસ્વી બની જાય છે. ભામંડળ બનવાની શરૂઆત થાય છે ત્યારે તે આછા સોનેરી રંગનું હોય છે, પછી તેનું તેજ વધતું જાય છે. અને ગુફલધ્યાનનો સ્પર્શ કર્યા પછી ભામંડળનો રંગ રૂપેરી બને છે, અને છેવટે તે અત્યંત તેજસ્વી રૂપેરી ભામંડળ બને છે. આ ભામંડળની ખૂબી એ છે કે તેનાં દર્શન કરવા માટે પણ અમુક પાત્રતાની જરૂર છે. આત્માની અમુક પવિત્રતા હોય તથા સ્થિરતા હોય ત્યારે જ સામેની પાત્ર વ્યક્તિનાં ભામંડળનાં દર્શન થાય છે. જેનારના આત્માની પવિત્રતા ન હોય અથવા તે સ્થિરતા ન હોય તે પણ ભામંડળના દર્શન કરી શકાતાં નથી. આમ આ ભામંડળ સર્વકાળે હોવા છતાં સર્વને સર્વકાળે દશ્યમાન થતું નથી આ રીતે જોતાં, જીવના વિકાસક્રમમાં વીતરાગપણું એ સૌથી ઊંચી અવસ્થા છે, અને તે વખતે, શુદ્ધ થયેલા આત્માનું ભામંડળ સૌથી તેજસ્વી હોય તે સમજાય તેવું છે. આ અપેક્ષાથી વિચારતાં પ્રભુને આચાર્યજી “વીતરાગ”રૂપે– આત્માની સૌથી ઉચ્ચ અવસ્થાએ બિરાજતા આત્મારૂપે ઓળખાવે છે તે, ભામંડળની અત્યંત તેજસ્વીતા જણાવવા ખૂબ જ ચગ્ય લાગે છે. “વિતરાગ પ્રભુ”માં પણ જેમણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust