________________ 148 કલ્યાણમંદિર સ્તોત્ર માત્ર તીર્થંકર પ્રભુની વિશિષ્ટતા જણવવા જ દેવદુંદુભિ દેવે દ્વારા વગાડવામાં આવે છે. તેને મધુર રવ સાંભળી લેકને અતિ મંગલકારી સમાચારની જાણ થાય છે. આપણે ત્યાં દેરાસર-જિનમંદિરમાં જે ઘંટ વગાડવાની પ્રથા છે તે દેવદુંદુભિનું પ્રતિક છે. દેવે દુંદુભિ વગાડે એટલે ભવ્ય જી અમૃતવાણીને લાભ લેવા તત્પર બને છે. મંદિરમાં ઘંટ વાગે છે તે એવા ભાવની અભિવ્યક્તિ કરે છે કે દેવદુંદુભિ વાગે છે અને પ્રભુની અમૃતવાણી ઝવવાને શુભ અવસર આવી ગયે છે. એ જ્ઞાનધોધને લાભ લેવા જીવ જિનમંદિરરૂપી સમવસરણમાં બેઠો હોય એવી ભાવના એમાંથી નિષ્પન્ન થાય છે. આ વિશે વિચાર કરતાં જણાશે કે જિનમંદિરોમાં ઘંટનું સ્થાન કેવી ભવ્ય ભાવનાથી અપાયેલું છે ! સમીપ મુક્તિગામી દે ત્રણે જગતના લેકે સાંભળે એવા મોટા નાદથી દુંદુભિ વગાડે છે. ત્રણ જગત એટલે દેવલેક, મધ્યલેક (પૃથ્વી) તથા અલેક (નરક). આમ છતાં આ મેટો નાદ હોવા છતાં તેની એ ખૂબી છે કે તે નાદ પ્રત્યેક જીવને સંભળાતો નથી. માત્ર પાત્ર છે કે જેઓ સમવસરણમાં જવાના ઉદયવાળા છે, તેઓ જ એ નાદ સાંભળે છે અને લાભ લઈ શકે છે. મોટા ભાગના અન્ય જીવે આ નાદ સાંભળી શકતા નથી. આ દેવદુંદુભિ જગતને શું સંદેશ આપે છે તે આ કડીમાં આચાર્યજીએ જણાવ્યું છે. આ છે રે રે! પ્રમાદ તજે અને આવી ભજે આ નાથને, આ છે મોક્ષપુરી પ્રત્યે જતા વ્યાપારી પાર્શ્વનાથ છે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust