________________ 141 કલ્યાણમંદિર સ્તોત્ર सानिध्यतोऽपि यदि वा तव वीतराग! नीरागतां ब्रजति को न सचेतनोऽपि? // 24 ઊંચે જતી તુમ શ્યામ ભામંડળ તણી કાંતિ વડે, લેપાય રંગ અશક કેરા પાનને સ્વામી ખરે; પ્રાણી સચેતન તે પછી વીતરાગ ! આપ સમાગમે, રે કેણ આ સંસારમાં પામે નહિ વૈરાગ્યને! 24 દેશના પ્રકાશતી વખતે, સમવસરણમાં અશોકવૃક્ષ નીચે સુવર્ણના સિંહાસને બિરાજમાન શ્રી તીર્થંકર પ્રભુના મુખની પાછળ એક મેટું ભામંડળ રચાયેલું હોય છે. શ્રી પ્રભુનું આ ભામંડળ પણ એક અદ્ભુત અતિશય છે. તે અતિશય નિર્દેશ કરતાં આચાર્યજી વીસમી કડીમાં પાર્શ્વનાથ પ્રભુને સંબોધતા કહે છે કે, “હે વીતરાગ ! શ્યામ રંગના આપના ભામંડળની ઊંચે પ્રસરતી કાંતિ વડે કરીને (આપના ઉપર છાયા કરીને રહેલા) અશોકવૃક્ષના પાંદડાંને રંગ લેપાઈ જાય છે. એ પ્રમાણે એ તરુ પણ રંગરહિત થાય છે, તે પછી આપના સમીપપણાને પામીને ક્યો સચેતન પ્રાણી રાગરહિતપણાને ન પામે ? : : : * સ્વામી, પ્રભુ, ઈશ, જિન વગેરે સંબંધનથી પ્રભુજીને બોધતાં આચાર્યજીએ આ કડીમાં પ્રભુની વીતરાગ રૂપે ઓળખાણ કરાવી છે અને એ રૂપે બેધ્યા છે તે સૂચક જણાય છે. ભામંડળ એ આત્માનાં તેજનું પ્રતિક છે. આત્મા જ્યારે જ્ઞાન લે છે, સમક્તિ પ્રાપ્ત કરે છે ત્યારથી તેના ભામંડળની રચનાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust