________________ કલ્યાણમંદિર તેત્ર 145 વીતરાગ પ્રભુનું સમીપપણું પામીને અશોકવૃક્ષ પણ પિતાપણું છોડી દે છે, તેજસ્વરૂપ સ્વીકારે છે, એ જ રીતે સચેતન-સંસી પંચેન્દ્રિય જી પ્રભુનું સમીપપણું પામીને, તે જે અનાદિકાળથી કરતું આવ્યું છે તે રાગદ્વેષને છોડીને, નિરાગશ્રેણી તરફ દોટ મૂકે છે. અર્થાત્ આત્માના સાચા ઓજસને પ્રગટાવવા પ્રવૃત્ત થાય છે. પ્રભુજીના સમાગમમાં આવ્યા પહેલાં જે છે રાગ અને દ્વેષની પરિણતિમાં જ પ્રવૃત્ત રહીને કાળ નિર્ગમન કરતા હતા અને પિતાનું ભવભ્રમણ વધારતા હતા, તે જ જીવે પ્રભુજીના સમાગમમાં આવ્યા પછી, સાચી સમજણ પ્રાપ્ત થવાથી, પ્રભુજીની જેમ વીતરાગી થવાને તથા અનંતજ્ઞાન-અનંતદર્શન પ્રગટાવવાને પુરુષાર્થ આદરે છે. અને પ્રભુજીની આજ્ઞામાં રહી, આજ્ઞામાં વતી તે દશા પ્રગટાવે છે. અર્થાત્ કાળે કરીને પ્રભુના અવલંબને પ્રભુ સમાન બને છે. આ આખા વિકાસક્રમમાં જીવને પૂર્વભવોનું દર્શન કરાવનાર ભામંડળ અત્યંત ઉપકારી બને છે. તેથી આ પ્રભાવને લક્ષમાં રાખી, છેવટની બે પંક્તિઓમાં આચાર્યજી જણાવે છે કે, આપના સમીપપણને પામીને રાગરહિત દશા ન પામે એ સચેતન જીવ હોઈ શકે? અર્થાત્ જે કઈ પ્રભુના સમીપપણને પામી, તેમની આજ્ઞાનુસાર વર્તે તે નિશ્ચયે પ્રભુ સમાન થાય. આ કથન દ્વારા આચાર્યજી કંઈક નવી વસ્તુ આપણને સૂચવી જાય છે. આ સ્તંત્રની તેરમી કડી રચાઈ ત્યારે જમીનમાંથી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ હતી. એથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust