________________ કલ્યાણમંદિર સ્તોત્ર એટલું જ નહિ પણ હૃદયમાં બગાડો થાય તે પણ તે જીવન સમાપ્ત થઈ જાય છે. એટલે કે હૃદય એ શરીરનું સૌથી અગત્યનું અંગ છે. વળી જ્યારે જીવ પવિત્રતા ધારણ કરવાની શરૂઆત કરે છે, ત્યારે તેને આરંભ પણ હૃદયથી થાય છે. પહેલાં હૃદય પવિત્ર થાય છે પછી બીજા અંગે. પવિત્રતા વિસ્તરતાં પવિત્ર થાય છે. આ અપેક્ષાથી પણ હૃદય અગત્યનું અંગ છે. આવા મહત્ત્વના ભાગમાં મહાપવિત્ર એવા પરમાત્મા વસે છે. જેઓ પરમ પવિત્ર થયા છે, તેવા મહાન આત્માનું સ્વરૂપ હૃદયમાં પ્રકાશિત થાય છે. કારણ કે એના જેવું બીજું પવિત્ર અંગ શરીરમાં નથી. તેથી જ્યારે મેગીઓ પરમ સ્વરૂપની ખોજમાં પડે છે ત્યારે તેઓ અન્ય કઈ અંગ કે સ્થળની તપાસ ન કરતાં જ્યાં પવિત્રતાને વાસ છે તે હૃદયના મધ્યભાગની જ તપાસ કરે છે. ત્યાં પોતાની વૃત્તિને સ્થિર કરી ઝળહળતા પરમાત્મ સ્વરૂપને અનુભવ કરે છે. જ્યારે પ્રભુ પ્રતિનાં પ્રેમ તથા લાગણું ઘણું વધે છે ત્યારે પ્રભુ સ્વયમ્ જ યોગીના હદયના મધ્યભાગમાં આવી, તેને પવિત્ર કરવાનું કાર્ય શરૂ કરી દે છે. આમ પરમાત્માના વાસથી ગી પવિત્ર થતા જાય છે, અને હૃદયની પવિત્રતાના કારણે પ્રભુને વસવાટ ત્યાં સ્થિર રહે છે. આમ આ અન્ય પવિત્ર સંબંધના કારણે યેગીઓ પણ સંસારમાં કમળની જેમ અલિપ્ત બનીને રહે છે, અને રાગદ્વેષની જાળમાં ગૂંચવાતા નથી.. આ સંસાર એ કાદવ સમાન છે. જ્યાં જાત જાતના વિષય, વિકાર અને કૂડ કપટ જે કાદવ ચારે બાજુ ફેલાયેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust