________________ કલ્યાણમદિર સ્તોત્ર 133 સહાય કરવાનું, અને ઊંચે ચડાવવાનું કાર્ય કરતા હોય છે. તે પછી આ બધા મુનિઓમાં શ્રેષ્ઠ એવા શ્રી તીર્થંકર પ્રભુ આ કાર્ય ઘણું વિશેષ પ્રમાણમાં કરે એમાં કંઈ આશ્ચર્ય જણાતું નથી. અને આ જ વસ્તુ ચામરે બતાવે છે. તેઓ યોગ્ય જ કહે છે કે પ્રભુને શુભ ભાવથી નમવાથી અવશ્ય ઉચ્ચ ગતિને પ્રાપ્ત થાય છે. - ચામરે શ્રી તીર્થકર પ્રભુને સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ મુનિ તરીકે ઓળખાવે છે. શ્રી તીર્થકર પ્રભુ પિતે તરે છે અને બીજા અનેકને તારે છે. અન્ય મુનિએ પણ તરવાનું અને તારવાનું કાર્ય તે કરે છે, પણ તે કાર્ય શ્રી તીર્થકર પ્રભુની આજ્ઞા અનુસાર હોય છે. જગતના સર્વ મુનિઓને માર્ગ બોધક શ્રી તીર્થકર પ્રભુ છે, અને બધા જ મુનિઓ તેમની આજ્ઞાનુસાર રહે છે. વળી મુનિઓ જે સંખ્યામાં જીવને તારે છે તેના પ્રમાણમાં શ્રી તીર્થંકર પ્રભુ તારે છે તેવા જીની સંખ્યા અનેકગણી હોય છે. મુનિઓ કરતાં શ્રી ગણધરજી ઘણા વધુ ને તારે છે અને તે બધાને તારનાર શ્રી તીર્થ કર પ્રભુ છે. બીજી રીતે કહીએ તે સાચા માર્ગપ્રવર્તક શ્રી તીર્થંકર પ્રભુ છે. તેઓ જ તીર્થના સ્થાપનાર છે અને તેમના થકી જ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓને બનેલે ચતુર્વિધ સંઘ સ્થપાય છે. આ બધી અપેક્ષાઓથી જોતાં શ્રી તીર્થકર પ્રભુ સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ છે તે સહેલાઈથી સમજી શકાય તેમ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust