________________ કલ્યાણમંદિર સ્તોત્ર 131 હોય તેમ તેમની બંને બાજુએ વીંઝે છે. એમાં દેવે ચામરને ઊંચા કરી નીચા નમાવે છે, પાછા તેને ઊંચા લે છે. આમ ચામરની નીચા નમી ઊંચા જવાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. આ પ્રક્રિયાનો વિશિષ્ટ અર્થ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી આપણને આ કડીમાં જણાવે છે. દેવલેકમાં ઉત્પન્ન થયેલા ઉત્તમ તાંતથી બનેલા આ ચામરો જગતનાં ભવ્ય જીવોને જાણે ઉત્તમ બેધ આપતાં હોય એમ આચાર્યજીને લાગે છે. આ પ્રક્રિયા દ્વારા ચામર જગતના જીવોને બધે છે કે, “સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ એવા શ્રી તીર્થકર પ્રભુને જે કંઈ જીવ સાચા શુદ્ધ ભાવથી નમન કરશે, તે સર્વ અમારી પેઠે ઉચ્ચ ગતિને પામશે.” ચામર જણાવે છે કે અમે ખૂબ પ્રેમભાવથી અને શુદ્ધભાવથી શ્રી તીર્થંકર પ્રભુના ચરણમાં નમીએ છીએ, તેથી પ્રભુજીના પ્રભાવથી અમે તરત જ ઉર્ધ્વગતિને પામી ઉંચા આસને જઈ બેસીએ છીએ. વળી જેવા પ્રેમભાવથી અમે નમીએ છીએ એવા તરત જ ઉચ્ચ ગતિને પામીએ છીએ. અમે તે જડ તત્વનાં બનેલા હોવા છતાં પણ પ્રભુજીના પ્રભાવથી ઉચ્ચ ગતિને પામીએ છીએ. અમે તે જડ તત્ત્વનાં બનેલાં હોવા છતાં પણ પ્રભુજીના પ્રભાવથી ઉચ્ચ ગતિને પામીએ છીએ, તે પછી ચેતન તત્વ માટે તે કહેવું જ શું ? તેઓ તે અવશ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય જ. જે કંઈ અમારી જેમ શુદ્ધ ભાવથી પ્રભુને નમે તે ઉચ્ચ ગતિને પામે તેમાં નવાઈ શું હોય! ચામરના આ કથનમાં એક સુંદર સિદ્ધાંતની ગૂંથણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust