________________ 106 કલ્યાણમંદિર તેત્રે છે, અને તેનું પ્રમાણ વધતાં તે નિકાચિત સ્વરૂપને ધારણ કરે છે. પરિણામે આત્મા એ અવસ્થા અને ફળને અવશ્ય પ્રાપ્ત કરે છે. અનાદિકાળથી સંસારચકમાં ચાલતાં ચાલતાં જીવે આ એક જ કાર્ય નથી કર્યું, બાકીનું બધું ય કર્યું છે. જીવ સુખને ઈચ્છે છે, અને તે કપેલાં સુખને પ્રાપ્ત કરવા અથાગ પ્રયત્ન કર્યા કરે છે. પણ સાચું સુખ શું, અને તે કેવી રીતે પ્રાપ્ત થાય તે તેણે કદી વિચાર્યું નથી. અનેક પ્રયત્ન અને પુરુષાર્થ કરતી વખતે તેને સમજણ નથી કે સાચું સુખ આત્મામાં જ રહેલું છે, આ સુખ આત્માનાં સંપૂર્ણ શુદ્ધપણામાં રહેલું છે, અને સંપૂર્ણ વિશુદ્ધ આત્માનું ચિંતવન કરવાથી વિશુદ્ધ થવાય છે.” આ પ્રક્રિયાની શ્રદ્ધા જ તેણે કેળવી નથી. ભાવના તેવી સિદ્ધિ એમ અનેક પ્રસંગે બોલે છે પણ પિતાની બાબંતમાં એ એટલું જ સત્ય છે તે જીવ ક્યારેય આત્માથી શ્રદ્ધી શક્યો નથી. જે એ શ્રદ્ધા કરી, એ પ્રમાણે તે વર્યો હોત તે તે અત્યાર સુધીમાં વિશુદ્ધ બની ચુક્યો હોત. જે જ પરમ વિશુદ્ધિને વૈરી મુક્તિશીલામાં બિરાજમાન થયા છે તેઓ આ ભાવને દઢ કરી, એ પ્રમાણે વતી વિશુદ્ધ થયા છે. જે હજુ સુધી વિશુદ્ધ થયા નથી, તેમણે અત્યાર સુધી કર્યું છે શું? સર્વજ્ઞ તીર્થંકર પ્રભુની સાથે અભેદબુદ્ધિ કેળવવાને બદલે જીવે કર્મવશાત્ પ્રાપ્ત થયેલાં દેહની સાથે અભેદબુદ્ધિ કેળવી છે, એટલે કે તેણે અત્યંતપણે દેહાધ્યાસ કેળવ્યા કર્યો છે. જે પ્રકારનું ચિંતવન તથા જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust