________________ 117 કલ્યાણુમંદિર સ્તોત્ર સાંભળવાથી થાય છે. જ્યારે પ્રભુ દેશના આપે છે ત્યારે તેઓ અશેકવૃક્ષની નીચે સિંહાસન પર બિરાજમાન થયા હોય છે. અને અશોકવૃક્ષની આસપાસમાં સમવસરણની રચના દેવ કરે છે, જેમાં સર્વ શ્રોતાઓ પિતાનું સ્થાન લે છે. સમવસરણમાં ચારે ગતિના છ પ્રભુની વાણીને લાભ લે છે. સાથે સાથે એકેદ્રિય વનસ્પતિ, પાણી વગેરેના જીવે પણ કંઈને કંઈ લાભ પામે છે. પ્રભુની દેશના થતી હોય છે તે વખતે જે બધા વૃક્ષ સમવસરણમાં હોય છે તેઓ બધા શેકરહિત થાય છે, અર્થાત્ નવપલ્લવિત બને છે. એમાં ય પ્રભુ જે વૃક્ષની ઘટા નીચે બેઠા હોય છે તે વૃક્ષ ખૂબ જ ખીલેલું રહે છે, અને એથી તે તે અશેકવૃક્ષ તરીકે યથાર્થ રીતે ઓળખાય છે. આ અશોકવૃક્ષના પાંદડા અને પુષ્પ ખૂબ ખીલે છે અને તે ખૂબ પ્રફુલ્લિત હોય તેમ જણાય છે. આ વૃક્ષ તે એકેંદ્રિય હોય છે. તેનામાં પણ પ્રભુના સહવાસથી આ સુંદર ફેરફાર થાય છે, તે પછી જેની પાંચે પાંચ ઈન્દ્રિય પૂર્ણ પણે ખીલેલી હોય તેવા મનુષ્યના પ્રકુલ્લિતપણાની તે વાત જ શું કરવી? આ સંજ્ઞી પંચેન્દ્રિય જી પ્રભુને ઉપદેશ સાંભળી પિતાને આત્મા કેવી રીતે શુદ્ધ બદ્ધ અને મુક્ત બને તે માટેનું કલ્યાણમાર્ગ સમજે છે, અને પોતાના અવરાયેલા ગુણ તથા શક્તિ પ્રગટ કરવા માટે સચોટ ઉપાય પ્રાપ્ત થવાથી અત્યંત ઉલ્લાસિત થાય છે. આથી જ આ વાત ગર્ભિત રીતે સમજાવતાં આચાર્યજી યોગ્ય પ્રશ્ન મૂકે છે કે એકેન્દ્રિય વૃક્ષ પર પ્રભુના સહવાસથી આવો ફેરફાર થાય છે, તે પછી જેની પાંચે ઈન્દ્રિયો ખીલેલી છે તે મનુષ્યના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust