________________ 124 કલ્યાણમંદિર સ્તોત્ર છે. વળી ધરતીને એકેદ્રિય જીવાળી જગ્યા અચેત કુલે દ્વારા અવરોઈ પવિત્ર પણ બની રહે છે. કારણ કે સચેત જગ્યા અચેત કુલેથી છવાઈ ચાલવાથી લાગતા પાપથી અનેક જીવોને નિવારે છે. પ્રભુના વિહાર તથા દેશનાનું સૂચન આપવા આ દેવે ખૂબ આતુર હોય છે. વળી તેઓ પ્રભુએ દર્શાવેલા માર્ગને ફેલાવવા ખૂબ ઉત્સુક હોય છે. કારણ કે પ્રભુએ સર્વ આત્માને શુદ્ધ કરવાના બધેલા માર્ગથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હોય છે. અને તેમના અંતરમાં પણ એવી ભાવના રમતી હોય છે કે સર્વ જીવ આ સન્માર્ગને પામે તે સારું. આવા ઉલ્લસિત પરિણામને કારણે પ્રભુનાં દેશના તથા વિહાર માટેનું અવધિજ્ઞાન દ્વારા મળેલું જ્ઞાન દેવે અહોભાવભરી રીતે પ્રગટ કરે છે. પ્રભુનાં આગમન તથા દેશનાને લાભ લેવા પુષ્પવૃષ્ટિ દ્વારા દેવે સુપાત્ર જીવેને એક સુંદર નિમિત્ત પૂરું પાડે છે. સાથે સાથે તેમાં પ્રભુ પ્રત્યેને અહોભાવ તે પ્રગટ થાય જ ને! આમ સમ્યક્દષ્ટિ દેવે પ્રભુ પ્રતિને અહોભાવ વ્યક્ત કરવા તથા સુપાત્ર જીવને શુભ સમાચાર આપવા પ્રભુના આગમન પહેલા, આગમન વખતે તથા દેશના વખતે પુષ્પવૃષ્ટિ કરે છે. દેવકૃત અતિશયની આ મહત્તા આચાર્યજી આ કડીમાં આપણને પ્રત્યક્ષ કરાવે છે. (20) स्थाने गभीर हृदयोदधि संभवायाः पीयूषतां तव गिरः समुदीरयन्ति / पीत्वा यतः परमसंमदसंगभाजो भव्या ब्रजन्ति तरसाऽप्यजरामरत्वम् / / 21 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust