________________ કલ્યાણમંદિર સ્તોત્ર 127 જેનાથી આત્માને ઠંડક તથા અમરપણું મળે તે અમૃત. જે દેહે પ્રભુની વાણુને લાભ પ્રાપ્ત થાય અને તે વાણીમાં શ્રદ્ધા આવે, તે જ દેહે અજર-અમરપણું આવે એવું અહીં વિવક્ષિત નથી. પણ જે દેહે પ્રભુની ઓળખ પામી, પ્રભુ જેવા થવાને પુરુષાર્થ આદર્યો, અર્થાત જે દેહે આત્માની મુક્ત થવાની શરૂઆત થઈ તે દેહ પછીના પ્રત્યેક દેહે આત્મવિશુદ્ધિ વધતી જવાની અને અમુક ભવના પુરુષાર્થ પછી તે જીવ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન સ્વરૂપ પ્રગટાવી અવશ્ય દેહથી રહિત બનવાને, એમ સમજવાનું છે. જે કાર્ય આરંભ થયે તે પૂર્ણ થવાનું છે એવા ભાવિ નયગમ નયના આધારથી અહીં કહ્યું છે કે પ્રભુની વાણીનું પાન કરનાર શીધ્ર અજરામર થાય છે. શીધ્ર શબ્દ પણ સમજવો છે. અનંત ભવની અપેક્ષાએ પાંચ પંદર ભવ એ ઘણે અલ્પકાળ છે. તેવી સમજથી શીઘ્રતાથી પ્રાપ્ત થાય છે એમ કહ્યું છે. એક વખત સમકિત અર્થાત્ સાચી શ્રદ્ધા મેળવ્યા પછી જીવ વધુમાં વધુ પંદર ભવે મેક્ષમાં જાય છે એવું શાસ્ત્રવચન છે અને આત્મા જ્યારે કર્મબંધનથી સંપૂર્ણપણે છૂટે છે ત્યારે તેને દેહ ધારણ કરવાપણું રહેતું નથી, તેથી તેને ઘડપણ કે મૃત્યુ સ્પર્શી શકતાં નથી. આમ બંને અપેક્ષાથી પ્રભુની વાણીના પાનથી અજરઅમરપણું આવે છે. પ્રભુની વાણીનો લાભ લીધા પછી દેહ હોય ત્યાં સુધી જરા કે મૃત્યુ આવે છે, પણ પિતાને થયેલા આત્માનુભવને લીધે તેના આનુષંગિક દુઃખે સ્પર્શી શકતાં નથી. જરા કે મૃત્યુ આત્માના પ્રદેશોને કંપાવી શકતા નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust