________________ 128 કલ્યાણમંદિર સ્તોત્ર આત્મા પિતાનું સ્થિરપણું બરાબર જાળવી રાખે છે અને દેહથી મુક્ત થયા પછી તે તેનું આવવાપણું જ રહેતું નથી. આમ પ્રભુની વાણુના સ્પર્શથી જીવમાં વિશિષ્ટ પ્રકારનું બળ પ્રગટે છે, જેમાંથી તે આત્માનંદને અનુભવી, અજરઅમર અવસ્થા પ્રાપ્ત કરે છે. આટલે બધે પ્રભાવ દર્શાવતી પ્રભુની વાણી પ્રગટે છે ક્યાંથી? આ કડીની પહેલી જ પંક્તિમાં આચાર્યજી પ્રભુની વાણીનું ઉદ્ગમસ્થાન આપણને બતાવી દે છે. તે સ્થાન છે ગંભીર હૃદયરૂપી સમુદ્ર”. પ્રભુના હૃદયને આચાર્યજી સમુદ્ર”ની ઉપમા આપે છે. સમુદ્ર જેમ તાગ કાઢી ન શકાય તે વિશાળ અને ઊંડે હોય છે, એવું જ પ્રભુજીના હદયનું પણ છે. તેમનાં જ્ઞાનની વિશાળતા કે ઊંડાણ, તેમનું હૃદય તપાસનારની સમજમાં આવી શકતાં નથી. વળી સમુદ્રમાં અમૂલ્ય રત્ન ઉત્પન્ન થાય છે, પણ તે રને સમુદ્રને ઉપરથી જ નિરખનારની દૃષ્ટિએ પડતાં નથી, અને તે રત્નો તે ભાગ્યવંત મરજીવાના નસીબમાં જ લખાયેલાં હોય છે, કે જે મરજીવાઓ સાગરના અંતઃસ્તલ સુધી પહોંચી તેની પ્રાપ્તિ માટે અથાગ પુરુષાર્થ કરે છે. આ જ પ્રમાણે પ્રભુજીના હૃદયરૂપી સમુદ્રમાં જ્ઞાનના અનુભવના નિચોડરૂપ રને પ્રગટે છે, પણ તે રત્નો સામાન્ય જી સમક્ષ પ્રગટ થતાં નથી, પણ જેઓ આત્મરત્નની ખેજમાં પ્રભુના સાનિધ્યમાં પિતાપણું મીટાવીને જાય છે, તેઓ આ રને પ્રભુની વાણી દ્વારા પ્રાપ્ત કરે છે. અર્થાત્ જેઓ આત્મરત્ન મેળવવા માટે સાચા મરજીવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust