________________ 116 કલ્યાણમંદિર સ્તોત્ર अभ्युद्गते दिनपतौ समहीरुहाऽपि कि वा विबोधमुपयाति न जीवलोकः ? || 19 ધર્મોપદેશ તણું સમયમાં આપના સહવાસથી, તરુ પણ અશક જ થાય તે શું મનુજનું કેવું પછી જ્યમાં સૂર્યના ઉગ્યા થકી ના માત્ર માનવી જાગતાં, પણ વૃક્ષ પલ્લવ પુષ્ય સાથે સહેજમાં પ્રફુલ્લિત થતાં. 19 આ કડીમાં તીર્થંકર પ્રભુને સ્વયં પ્રગટ થતે અતિશય આપણને જણાવે છે. તીર્થંકર પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે તેની અસર જ ૫ર કેવી થાય છે તે બતાવતાં આચાર્યજી જણાવે છે કે, “જેમ સૂર્યના ઊગવાથી માત્ર માણસે જ જાગે છે એવું નથી, પણ વૃક્ષે ય જાણે નિદ્રામાંથી જાગતા હોય તેમ પુષ-પથી પ્રફુલ્લિત થાય છે તેમ પ્રભુ ધર્મને ઉપદેશ આપતા હોય છે તે વખતે તેમના સમીપપણાને લીધે, વૃક્ષો પણ અશોક-શેક રહિત થાય છે, તે પછી મનુષ્યની તે વાત જ શું કરવી?” | તીર્થ પ્રવર્તાવ્યા પહેલાં પ્રભુને આત્મા જગતના સમસ્ત જીવનું કલ્યાણ કરવાના પ્રબળ ભાવ સેવે છે. અને તેનાથી બંધાતા પુણ્યાનુબંધી પુણ્યના પરિણામે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. અને તેના ફળરૂપે અંતિમ ભવમાં તીર્થ પ્રર્વતાવે છે. એમાં પૂર્વે કરેલા પ્રબળ ભાવે એવું કાર્ય કરે છે કે જેના પરિણામે તેમણે કરેલે ઉપદેશ સૌથી વિશેષ અસર કરે છે. વળી સૌથી વિશેષ વ્યક્તિઓનું કલ્યાણ તેમને ઉપદેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust