________________ 118 કલ્યાણમંદિર સ્તોત્ર પ્રકુલિતપણાની તો વાત જ શી કરવી? પ્રભુને પ્રભાવ એકેન્દ્રિય પર ઘણે હોય છે તે પછી તેનાથી ઘણું વિશેષ શક્તિના ધારક પંચેન્દ્રિય પર અકથ્ય પ્રભાવ હોય તે સહજ સમજાય તેવું છે. એકેન્દ્રિયથી શરૂ કરી પંચેન્દ્રિય સુધીના જીવો પર પ્રભુની થતી ઉત્તમ અસર સમજાવવા માટે આચાર્યજી ઊગતા સૂર્યનું ઉદાહરણ આપે છે. પ્રભાતે સૂર્ય ઊગે ત્યારે મનુષ્ય જ નિદ્રાને ત્યાગ કરીને પ્રવૃત્તિશીલ થાય છે એવું નથી, પણ પશુ-પંખીવૃક્ષ વગેરે તિર્યંચ સૃષ્ટિ પણ નિદ્રા છોડી જાગૃત થયેલીપ્રકૃલિત થયેલી જણાય છે. આવું જ પ્રભુના ઉપદેશથી બને છે. પ્રભુ એ ઊગતા સૂર્ય સમાન છે. સૂર્ય ઊગે એટલે તેને પ્રકાશ ચારેબાજુ ફેલાય છે અને અંધકારને નાશ થાય છે. આવી જ રીતે પ્રભુની દેશના છૂટે ત્યારે ચારે બાજુ જ્ઞાનને ફેલાવે થાય છે અને અજ્ઞાનને નાશ થાય છે. જ્ઞાન એ સૂર્યકિરણ સમાન પ્રકાશ છે, ત્યારે અજ્ઞાન એ અંધકાર સમ છે. આ દેશનાના પ્રભાવથી એકેન્દ્રિયથી માંડી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના સર્વ જી કંઈને કંઈ લાભપ્રાપ્તિ કરે છે. સૂર્યના ઉગવાથી જે સ્થૂળ નિદ્રા ત્યાગે છે તેમ પ્રભુની દેશનાના પ્રભાવથી જ ભાવનિદ્રાને ત્યાગ કરે છે. સૂર્યના પ્રકાશથી સર્વ જી જેમ ચેતનવંત બને છે, તેમ પ્રભુની દેશનામાં પ્રગટ થતા જ્ઞાનરૂપી પ્રકાશથી સર્વ પરમાથે ચેતનવંત બને છે, અને કોઈને કઈ પ્રકારે પરમાર્થે જાગૃતિ પામે છે. આમ બનવાનું કારણ સમજવા યોગ્ય છે. પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust