________________ 115 કલ્યાણમંદિર સ્તોત્ર સમજ ઝડપથી આવે એ સમજાય તેવું છે. આ વાતાવરણને લાભ લેવા, અન્ય ધમીને જૈન ધર્મ પ્રતિ વાળવા, અન્ય ધર્મીઓ આત્મ સમજુણવાળા જૈન મુનિની દષ્ટિમાં કેવા જણાય છે તે આચાર્યજીએ સ્પષ્ટ કર્યું હોય તેમ જણાય છે. ઉપસ્થિત શ્રોતાજનોને આ કડી સાંભળતાં લક્ષ થાય કે પિતે જે રીતે ભગવાનના દેવસ્વરૂપને ભજે છે તે દૃષ્ટિ કમળાના રેગી જેવી છે, અને તે સમજણ વર્ધમાન થતાં તેઓ પોતાની દૃષ્ટિને વિશુદ્ધતા તરફ વાળવા પુરુષાથી થાય એ સહજ છે, આ કડીની રચના પાછળ, આચાર્ય અને આ કેઈ હેતુ હોય એવી કલ્પના થઈ શકે તેમ છે. અન્ય ધમીઓની વચ્ચે વર્ષો સુધી વસવાને કારણે પિતાને થયેલા અનુભવને નિચોડે સ્વાભાવિકપણે જ આચાર્યજીએ મૂકી દીધો હોય એમ બનવું પણ શક્ય છે. કારણ કે આ રચના કરતી વખતે તેઓ પ્રભુ પ્રતિના ભાવમાં એટલા બધા લીન હોય કે અન્ય કેઈ વિશે વિચારવાને અવકાશ જ આચાર્યજીને રહ્યો ન હોય. વર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપ્યા પછી, આચાર્યજી પ્રભુના અતિશય જણાવવા તરફ વળે છે. આ બધા અતિશય દ્વારા પ્રભુને મહિમા પ્રગટ કરે છે તે પણ સૂચક જણાય છે. આ પછીની નવ કડીઓમાં જુદા જુદા અતિશયે વર્ણવી, તે અતિશય દ્વારા પ્રકાશિત થતો પ્રભુ મહિમા આચાર્યજીએ વ્યક્ત કર્યો છે. (18) : धर्मापदेशसमये सविधानुभावात् आस्तां जनो भवति ते तरुरप्यशोक. / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust