________________ કલ્યાણમંદિર સ્તોત્ર 113 પ્રાપ્ત થતું સુખ શાશ્વત છે, ત્યારે ભૌતિક સુખ ક્ષણિક છે, જેના અંતમાં દુઃખ ડોકીયા કરી રહ્યું હોય છે. આથી તે જીવ પ્રભુને મેળવે છે પણ અનુપકારી સ્વરૂપે, આમ જે કંઈ દોષ છે તે ધર્મમતમાં નહિ પણ સાધકની માન્યતામાં છે. આ રહસ્ય આચાર્યજી ગૂઢતાથી રજૂ કરે છે અને વિચારકને સમજાવે છે કે પ્રભુને સાચા સ્વરૂપે પામવામાં જે કલ્યાણ છે તે અન્ય સ્વરૂપે પામવામાં નથી. ત્રેવીસમા તિર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિરૂપ ‘કલ્યાણ મંદિર સ્તોત્ર'માં તેમના ગુણો, તેમની વિશેષતાઓ, તેમની શક્તિ, તેમનાં અતિશય, એ બધાનું વર્ણન આવે તે તે સમજી શકાય તેમ છે. પણ આ સ્તુતિમાં “હરિ, હર, કે બ્રહ્મા સ્વરૂપે જીવ પ્રભુને પામે છે” એ પ્રકારનું વિધાન, પ્રથમ દૃષ્ટિએ બંધબેસતું લાગતું નથી. વાચકને ડીવાર તે વિચાર થઈ જાય કે અશુદ્ધ દષ્ટિવાળા જી સમક્ષ પ્રભુ દેવસ્વરૂપે પ્રગટ થાય છે, તેમાં પ્રભુને ગૌરવરૂપ શું છે? પ્રભુની આવી વર્તાના પાછળ શું હેત હોઈ શકે ? આ વિધાન અહીં ન હોત તો તેત્ર વિશેષ પ્રભાવવાળું ન બનત? વિચારતાં લાગે છે કે આ કડીના અસ્તિત્વની યથાર્થતા સમજવા માટે આ સ્તંત્રના ઉદ્દગમ સંજોગો વિચારવા વધારે ઉપકારી થઈ શકે તેમ છે. આ સ્તુત્રની રચના થઈ એ વખતે સિદ્ધસેન દિવાકર સૂરિ, બાર વર્ષના સંઘની બહાર રહેવાના શિક્ષાકાળમાંથી પસાર થતા હતા. એ વખતે તેઓને જૈન મુનિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust