________________ કલ્યાણમંદિર સ્તોત્ર 111 * સામાન્ય જણાતી આ કડી દ્વારા ડી વિશિષ્ટ સમજ લેવા ગ્ય છે. ઘણી વાર અમુક ધર્મમતમાં માનનારાઓ એ આગ્રહ સેવતા હોય છે કે અમુક ધર્મનું પાલન કરે તે જ પ્રભુની પ્રાપ્તિ થાય, તે સિવાય કોઈ કાળે પ્રભુની પ્રાપ્તિ થઈ શકે નહિ. જે ધર્મમતમાં જીવની માન્યતા દઢ થઈ હોય તે જ ધર્મમત સાચે, અને બીજા બધા મત સદંતર ખોટા એવી માન્યતા ઘણું જેમાં પ્રવર્તતી જોવા મળે છે. આ માન્યતાને રદિયો આપતી આ કડી જણાય છે. પ્રભુ તે વિશુદ્ધ સ્વરૂપે બિરાજે છે. અને ઘણા છે તેમને પ્રાપ્ત કરવા ઝંખે છે. જેવી જેની દષ્ટિ તેવી તેની સૃષ્ટિ, એ ન્યાયે તે જ સમક્ષ પ્રભુ ચિંતિત સ્વરૂપે પ્રગટ થાય છે. દષ્ટિની જેટલી વિશુદ્ધતા, તેટલી પ્રભુ પ્રતિની લય વધારે હોય, અને તેટલા વિશુદ્ધ સ્વરૂપે પ્રભુ તેની સમક્ષ પ્રગટ થાય. આથી જ્યાં પ્રભુનું યથાર્થ સ્વરૂપ દર્શાવ્યું છે એવા જિનમાર્ગથી પ્રભુને ઓળખવાને પુરુષાર્થ કરવામાં આવે તે પ્રભુ તીર્થકર સ્વરૂપે તથા સર્વજ્ઞરૂપે જીવ પાસે પ્રગટ થાય છે. તે પણ તેને અર્થ એમ તો નથી જ કે બીજા કોઈ ધર્મમતમાં રહીને સાચે પુરુષાર્થ કરનાર જીવ પ્રભુને મેળવી ન શકે. જે અજ્ઞાન ટાળી પ્રભુને પામવાને પુરુષાર્થ કરે તે અવશ્ય પ્રભુને પામે. જ્યાં વિશેષ વિશુદ્ધિ નથી, જ્યાં પ્રભુને દેવ સ્વરૂપે અથવા તો શક્તિ સ્વરૂપે ઓળખવામાં આવે છે ત્યાં પ્રભુ દેવ સ્વરૂપે અથવા તે શક્તિ સ્વરૂપે પ્રગટે છે. એટલે કે પ્રભુને મેળવવાની તાલાવેલી, જે જીવમાં પ્રગટી હોય તે, તેણે જે સ્વરૂપે પ્રભુને ચિતવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust