________________ 112 કલ્યાણ મંદિર સ્તોત્ર હોય તે સ્વરૂપે પ્રભુને પામે છે. આ પરથી સમજાશે કે કોઈ એક ધર્મમાં જ પ્રભુની પ્રાપ્તિ થાય એવો નિયમ નથી, પણ જેને પ્રભુપ્રાપ્તિની તાલાવેલી લાગે, તે જે સ્વરૂપે પ્રભુને ચિતવે, તે સ્વરૂપે પ્રભુ તેની સમક્ષ આવે એ સુંદર નિયમ છે. આથી પ્રભુના સાચા સ્વરૂપને પામવા માટે શુદ્ધ દષ્ટિ કેળવવી જોઈએ એ ધ્વનિ તારવીએ તે તે ગ્ય જ છે. પરંતુ બધા જીવે શુદ્ધ દષ્ટિ શા માટે કેળવી શક્તા નથી તે “કમળાના રોગ”ના ઉદાહરણથી સમજી શકાય છે. દષ્ટિના રોગને સમજાવવા આચાર્યજી ‘કમળાના રોગ”નું ઉદાહરણ યથાર્થ રીતે આપે છે. રોગ જે માત્ર આંખને જ લાગુ પડ્યો હોય તે તે આંખને નબળી પાડે, દષ્ટિને નબળી પાડે, પણ તેથી આખા શરીરને તકલીફ કે નુકશાન થાય નહિ. પણ “કમળાને રોગ” એ છે કે તેમાં લીવર બગડે છે, અને તેને કારણે આખા શરીરમાં પીળાશ આવે છે. આ પીળાશ ચક્ષુમાં પણ ફેલાય છે. જેથી શ્વેત દ્રવ્ય પણ કમળાના રેગીને પીળાશવાળું લાગે છે. જીવને લાગુ પડેલે આ કર્મરૂપી રેગ પણ કમળાના રોગ જે જ છે. ચાર ઘાતી કર્મોના પ્રભાવથી આત્માની એવી વિભાવબુદ્ધિ થઈ જાય છે કે તે આત્મા તે હું એમ માનવાને બદલે “દેહ તે હું” એ માન્યતા સ્વીકારી લે છે, અને પછી આત્માને શાતાકારી એવા સર્વજ્ઞ પ્રભુની આરાધનાને બદલે, દેહને શાતાકારી એવા હરિ, હર કે બ્રહ્મા જેવા દેવની આરાધના કરે છે. આ દ્વારા તે વીતરાગતાને બદલે ભૌતિક સુખની પ્રાપ્તિ કરે છે. વીતરાગતાને પરિણામે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust