________________ કલ્યાણુમંદિર સ્તોત્ર 107 પ્રકારની ભાવના હોય તે પ્રકારનું ફળ જીવ પ્રાપ્ત કરે છે. આથી જીવને દેહમાં જ આત્મબુદ્ધિ થતી હોવાને કારણે એક પછી એક દેહની પ્રાપ્તિ જીવને થયા કરે છે. આ ચક્રા ત્યારે જ અટકે, જ્યારે ભાવનામાં ફેરફાર કરવામાં આવે. એટલે કે દેહમાંની આત્મબુદ્ધિ ત્યાગી, આત્મામાં આત્મબુદ્ધિ કરવામાં આવે, અને તીર્થંકર પ્રભુ પ્રતિ અભેદબુદ્ધિ શ્રદ્ધાથી કેળવવામાં આવે તે જીવ પ્રભુ સમાન વિશુદ્ધ બને અને સંસારના ચકકરથી છૂટે. - એક અપેક્ષાથી વિચારીએ તે આઠમા ગુણસ્થાનથી શરૂ કરી બારમાના અંત સુધીની શ્રેણી આચાર્યજીએ પહેલી બે પંક્તિઓમાં સમાવી દીધી છે. તે પંક્તિઓ આ પ્રમાણે છે : નહિ ભેદ હે પ્રભુ! આપને આત્મા વિષે એ બુદ્ધિથી, આ * ચિંતન કરે પંડિત અહીં તે આપ સમ થાયે નકી.” કેઈ પણ જીવને જે પ્રભુ સમાન બનવું હોય તો શું કરવું જોઈએ તે અહીં બતાવ્યું છે. અહીં પ્રભુ સમાન બનવા માટેના ઉપામાં ચિંતનને સૌથી મહત્ત્વનું બતાવ્યું છે. ચિંતન એટલે. જે ધ્યેય હોય તે ધ્યેય વિશે વારંવાર અટક્યા વગર, સતત અમુક સુધી વિચાર કરવો. આ રીતે વિચાર કરવાથી જીવમાં સારાસાર વિવેક તથા હેય ઉપાદેયનું જ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન આવવાથી જીવની વર્તના શુભ બને છે. વળી આ ચિંતન ગમે તે રીતે કરવાનું નથી. તે ચિંતન કરતાં પહેલાં પ્રભુ પ્રતિની અન્ય શ્રદ્ધા કેળવવાની છે. પ્રભુનાં અદ્દભુત શુણેને લક્ષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust