________________ કલ્યાણમંદિર સ્તોત્ર 93 શરણું લેવાથી મહાસમર્થ બનવાની ભાવના દઢ બને. એ તાલાવેલીમાં જીવ પ્રભુનું શરણું સ્વીકારી, તેમની પાસેથી પ્રેરણા તથા બળ મેળવી આરાધના કરે, તે થોડા જ સમયમાં, અલ્પ કાળમાં દેહથી ભિન્ન એવા પરમાત્માને અનુભવ તેને થાય. અનાદિકાળથી રખડતે આત્મા જે પ્રભુના શરણમાં ન જાય, પ્રભુની શ્રદ્ધા ન કરે, પ્રભુ પ્રતિ પ્રેમ ન કેળવે તે અનંતકાળ સુધી પણ પરમાત્મસ્વરૂપને અનુભવ કરી શકતો નથી. પણ જે સમર્થ એવા શ્રી તીર્થંકર પ્રભુની શ્રદ્ધા કરે તે તેને ક્ષણમાત્રમાં પરમાત્મસ્વરૂપને અનુભવ, દેહથી ભિન્નપણને અનુભવ થાય. જીવ સૌ પ્રથમ દેહ અને આત્માની ભિન્નતા અનુભવે છે ત્યારની અમુક શરતે હેય છે. જીવને પાંચ ઇંદ્રિય અને સંજ્ઞા પૂર્ણ જોઈએ. પ્રભુની શ્રદ્ધા એટલે કે પ્રભુ કહે છે તે સત્ય જ છે એવી લાગણી અંતરનાં ઊંડાણમાંથી ઊઠવી જોઈએ, આત્માનું સાચું સુખ મેળવવાની ભાવના હોવી જોઈએ, અને તે માટે પુરુષાર્થ જોઈએ. આ પુરુષાર્થ એટલે પ્રભુનું શરણું સ્વીકારવું. શરણું સ્વીકારવાની ઉત્તમ પળાએ જીવને થોડા સમય માટે આત્મા અને દેહની ભિન્નતાને અનુભવ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તે એ વખતે જીવ અંતવૃત્તિને સ્પર્શ કરે છે એમ કહેવાય. દેહ અને આત્માની ભિન્નતાને સૌ પ્રથમને અનુભવ, ભલે પછી તે એક જ સમય માટે હોય, તે જ અંતત્તિસ્પર્શ. આ પ્રથમના અનુભવ માટે શ્રી તીર્થકર પ્રભુ, કેવળી પ્રભુની હાજરી અવશ્ય છે. આમ હોવાનું એક જ કારણ છે કે, પહેલીવાર જ ભિન્નતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust