________________ કલ્યાણમંદિર સ્તોત્ર 103 પ્રભુને શુદ્ધ થયેલ આત્મા, અને પિતાને વિશુદ્ધ બને તે વખંતને આત્મા, એ બંને સમાન જ છે, એવી અભેદબુદ્ધિ ધારણ કરીને જેઓ પ્રભુનું ચિંતન કરે છે, તેઓ નિશ્ચયથી પ્રભુ સમાન એટલે કે વિશુદ્ધ આત્મા બને છે. અહીં આત્મા વિશેની મૂળ વિગત આપેલી જણાય છે. જ્યારે આત્મા વિશુદ્ધ બને ત્યારે બધા જ આત્મા ગુણ, શક્તિ, પ્રદેશ વગેરે અપેક્ષાએ જેતા સમાન જ હોય છે, એ હકીકત અહીં પ્રગટ કરી છે. જ્યારથી નિત્ય નિગોદમાંથી નીકળ્યો ત્યારથી જીવનું ચાર ગતિનું પરિભ્રમણ શરૂ થાય છે. અને એ પરિભ્રમણ મુક્તિશીલા પર ને પહોંચે ત્યાં સુધી ચાલુ રહે છે. આવા અત્યંત લાંબા કાળના પરિભ્રમણમાં પણ આત્માના એક પણ પ્રદેશમાં વધઘટ થતી નથી, એક પણ ગુણનો સંપૂર્ણ નાશ થતો નથી, કે ન છૂટે એવો એક પણ દુર્ગુણ પ્રગટ થતું નથી. આ અત્યંત દુઃખમય પરિભ્રમણમાં આત્માના ગુણે માત્ર અવાય છે, નાશ પામતાં નથી, એટલે કે જેમ જેમ આત્મા શુદ્ધિ કર જાય છે, તેમ તેમ તેના અવરાયેલાં ગુણો, આવરણને ફગાવી દઈ પ્રગટ થાય છે. અને જ્યારે તે સંપૂર્ણ વિશુદ્ધ થાય છે ત્યારે તે સર્વજ્ઞા સમાન થાય છે, તેનામાં એક પણ ગુણ એ છે કે ફેરફારવાળે હેતે નથી. સર્વ પ્રભુ અને વિશુદ્ધ થયેલા આત્માનાં શક્તિ, ગુણે, પ્રદેશ સમાન જ હોય છે. એક જીવ અનંત કાળચક્રનું પરિભ્રમણ કરે અને બીજે જીવ એનાથી ઘણું ઓછું પરિભ્રમણ કરે, તેમ છતાં જ્યારે બંને વિશુદ્ધ થાય છે ત્યારે તેમનાં શિક્તિ, ગુણ, પ્રદેશ સમાન રહે છે, કયાંય તરતમપણું રહેતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust