________________ 99 કલ્યાણમંદિર સ્તોત્ર કેઈ કાળે, અનંત કાળ પછી પણ નાશ થવાનું નથી, તેનું સંસાર પરિભ્રમણ સદાકાળ માટે ચાલુ રહેવાનું છે તે જીવ અભવ્ય કે અભવી છે. તેનાં આત્માનાં પરિણામ એવા ઉત્કટ રસથી પરિણમતાં હોય છે કે તે જીવ કઈ કાળે પણ કર્મથી મુક્ત થવાનાં ભાવ પ્રવર્તાવી શકતું નથી. આથી જ આચાર્યજી જે જીવ ક્રમે કરીને મુક્તિ પામવાનો છે તેવા ભવ્ય જીવની જ વાત અહીં કરે છે. અભવીની વાત કરતા નથી, તે યંગ્ય લાગે છે. - અહીં આચાર્યદેવ જણાવે છે કે જે ભવ્યજીવ પ્રભુનું ધ્યાન પિતાનાં અંતરમાં કરે છે, તે ભવ્યજીવનાં દેહને જ નાશ પ્રભુજી કરે છે. આ પરિસ્થિતિ ખરેખર સમજવા ગ્ય છે. જીવ ધ્યાન ધરે છે ત્યારે તે અંતર્મુખ બને છે. અંતરમાં ઉપયેગને કેન્દ્રિત કરી સ્થિર થાય છે. આ અંતર એ દેહને જ એક વિભાગ છે. એટલે કે જીવ ધ્યાન કરતી વખતે દેહના અમુક ભાગમાં પ્રભુનું સ્થાપન કરી, ત્યાં પોતાના ઉપયોગને કેન્દ્રિત કરીને રહે છે. આવું ધ્યાન જે જીવે હંમેશાં, રેજેરેજ કરે છે, તેમના જ દેહને નાશ પ્રભુ કરે છે. પ્રભુનું આ કાર્ય આચાર્યજીને ખૂબ આશ્ચર્યરૂપ લાગે છે. તે એ રીતે કે જે સ્થળે પ્રભુનું સ્થાપન ભવ્યજીવ કરે છે, તે સ્થળને જ નાશ-તે દેહને નાશ પ્રભુ કરે છે. સામાન્ય રીતે લેકપ્રચલિત રૂઢિ એવી જોવામાં આવે છે કે જ્યાં માનપાન મળે, સ્થાપના કરવામાં આવી હોય તે સ્થળને લેકે શણગારે છે, પૂજે છે, જાળવે છે અને લાંબો સમય ટકી રહે તેવા પ્રયત્ન કર્યા કરે છે. એની સરખામણીમાં પ્રભુની વર્તન સાવ જુદી જણાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust