________________ 100 કલ્યાણમંદિર સ્તોત્ર આવે છે. તેઓ તે જે દેહમાં બિરાજમાન થયા છે તે દેહને જ નાશ કરે છે. - જીવ પ્રભુને હૃદયમાં સ્થાપી, અંતર્મુર્ખ બની, પ્રભુનું ધ્યાન ધરે છે, ત્યારે તેને હેતુ મુખ્યત્વે આત્માને શુદ્ધ કરવાને હોય છે. ઘણી વખત એવું બને છે કે જીવ પોતે કરેલાં તપ કે ધ્યાનના ફળ રૂપે સંસારસુખ પ્રાપ્ત થાય એવી માગણી કરે છે, અને તે માગણ અનુસાર તેને સંસારસુખ મળે છે, પરિણામે એથી વિશેષ ફળ–આત્માથે ફળ પ્રાપ્તિની યેગ્યતા નષ્ટ થાય છે. જે આવી માગણી કરવામાં આવી ન હોય તો, કરેલાં શુભ કર્મ અને ભાવનું વધુમાં વધુ શક્ય હોય તેટલું ફળ આત્માથે આપે છે. એટલે કે કર્મમળને નાશ કરવામાં સહાયભુત હોય એવા ફળની પ્રાપ્તિ પ્રભુ કરાવે છે. સર્વે કર્મમાં સૌથી છેલ્લે છૂટતે સંબંધે તે દેહ સાથે સંબંધ છે. અને એ સંબંધ છૂટ્યા પછી આત્માને કેઈ પણ પ્રકારના કર્મનું આવરણ નડી શકતું નથી. આ કડીમાં આચાર્યજી આપણને જણાવે છે કે પ્રભુને સાચા ભાવથી હદયમાં સ્થાપવામાં આવે તે પ્રભુ ભક્તના દેહને જ નાશ કરે છે. આ દ્વારા આચાર્યજી આપણને એ સમજાવે છે કે એક વખત સાચા ભાવથી પ્રભુને હૃદયમાં સ્થાપવાથી, તેનું નિરંતર ધ્યાન ધરવાથી, ભક્તના આત્માને સંપૂર્ણ શુદ્ધ કરવાની જવાબદારી ભગવાન લે છે. આ ઘટના પરથી સમજાય છે કે પ્રભુ જ્યાં પ્રતિષ્ઠિત થાય છે તે દેહને જ નાશ કરતાં હોવા છતાં, ભક્તના ભાવને અનુરૂપ જ તેમનું કાર્ય હોય છે. આથી આ કડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust