________________ કલ્યાણમંદિર તેત્ર 79 ભારેપણું છે તે કર્મને કારણે નથી, પણ તે ભારેપણું આત્માના અનંત આત્મિક ગુણોની મહત્તાનું છે. પ્રભુ સિવાય આ ગુણો બીજા કેઈથણ જીવમાં આટલા પ્રમાણમાં ખીલ્યા હોતા નથી, અને તે વિકાસના અર્થમાં “ગૌરવ” કે પ્રભુનું “ગુરુપણું” આચાર્યજીએ બતાવ્યું છે. આમ “ગુરુ” શબ્દના શ્લેષથી વિરોધ અને તેનું શમન બંનેને આચાર્યજી શક્ય બનાવે છે. અને “ગરિમા” એટલે ગુણના અત્યંતપણે વિકાસથી આવતી મોટાઈ એ અર્થ સ્વીકારીએ છીએ. પ્રભુને ધારણ કરવાથી ભવ- * સમુદ્ર તો અત્યંત સહેલું છે તે સુનિશ્ચિત સમજાય છે. આ સાથે દશમી કડીમાં આચાર્યજીએ જે જણાવ્યું છે તેનું સમર્થન પણ મળી રહે છે. એ કડીમાં આચાર્યજી પ્રભુને પવન જેવા હળવા જણાવે છે, અને તેમને હૃદયમાં ધારણ કરનારને તારે છે એ તેમણે બતાવ્યું છે. એ કડીમાં પવન જેવા હળવા પ્રભુને બતાવ્યા પછી, પ્રસ્તુત કડીમાં આચાર્યજી પ્રભુને “ગુરુ જણાવે છે તેનું રહસ્ય છે તેવું જ જોઈએ ને? નહિતર તે આચાર્યજીની વાણી પૂર્વાપર વિધવાળી નીવડી કહેવાય. જ્ઞાનીની વાણીમાં આ વિરોધ કદાપિ આવતો નથી. તેથી તેવા સંયોગોમાં અપેક્ષાને સમજવી અત્યંત ગ્ય છે. દશમી કડીમાં દર્શાવેલું હળવાપણું કર્મની અપેક્ષાએ છે અને બારમી કડીમાં દર્શાવેલું ગુપણું અનંત ગુણના પ્રાકટ્યની અપેક્ષાએ છે, એ સમજ્યા પછી પ્રભુની બાબતમાં લાગતા વિરોધનું સહજપણે શમન થઈ જાય છે. . . * આ સમાધાન સ્વીકાર્યા પછી પ્રસ્તુત કડીનું ચોથું ચરણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust