________________ 78 કલ્યાણમંદિર સ્તોત્ર વસ્તુ બનતી જણાય છે. જીવ પિતે એકલે જ–પોતાનું જ માત્ર વજન લઈને ભવ સમુદ્રમાં તરવા ઈછે તે પણ જીવ ડૂબે છે અને જ્યારે તે તેનાથી પણ મોટા-ગુરુ એવા પ્રભુજીને પતામાં બિરાજમાન કરે છે–પિતામાં પ્રભુજીનું વજન પણ ભેળવે છે ત્યારે વિશેષ ઊંડા ઉતરવાને બદલે તે ભવસમુદ્રમાં તરવા લાગે છે. આ શક્ય થાય છે કઈ રીતે? જીવ જ્યારે પિતાની જ રીતે સમુદ્રને તરવા ઈચ્છે છે ત્યારે તેના હુંપણનું અને “મમપણનું જ વજન એટલું બધું હોય છે કે તેના ભારથી તે સંસાર સમુદ્રમાં ડૂબે છે. પણ જ્યારે તે મહાન એવા પ્રભુને સ્વીકારે છે ત્યારે તેના પ્રભાવથી “હુંપણું” તથા મમપણું” એગળી જાય છે અને જે વજન દૂર થાય છે તેના પ્રમાણમાં પ્રભુનું સ્વીકારેલું વજન એટલું ઓછું હોય છે કે જીવ સમુદ્ર તરી જાય છે. આ વજન દૂર કેવી રીતે થાય છે? પ્રભુની ઓળખ થતાં તેમનાં અનંત ગુણ અને અનંત શક્તિઓ પ્રત્યક્ષ થાય છે, અને તેના પડછામાં પોતાની અલ્પ શક્તિઓ જણાતાં પિતાનું વામણાપણું નિશ્ચિત જણાય છે, સ્પષ્ટ જણાય છે. આથી પિતે કાંઈક છે એવું માન તથા શુદ્ધ આત્મા સિવાયની અન્ય વસ્તુઓ પ્રત્યેનું મમપણું ચાલ્યું જાય છે અને આત્મા ઉપર રહેલે બે ઘટી જાય છે. આ વજનનું ઘટવાપણું બાહ્યલક્ષી જીવોને જલદીથી લક્ષાતું નથી. આ ભારના ઘટાડાની સરખામણમાં નિર્મમ અને નિરહંકારી પરમાત્મા એટલા હળવા છે કે તેમના સાથમાં જીવ ખરેખર હળવે બની સમુદ્ર તરી શકવા શક્તિમાન થાય છે. પ્રભુનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust