________________ કલ્યાણમંદિર સ્તોત્ર આ કડીમાં આચાર્યજી પ્રભુનો મહિમા જરા જુદી રીતે વર્ણવતાં કહે છે કે, “હે સ્વામી ! પ્રાણીઓ આ સંસારરૂપી સમુદ્રને, આપને પિતાને હૃદયને વિશે ધારણ કર્યા પછી પણ, જાણે છેક હલકા હોય એમ સહેજે તરી જાય છે, એ મેટું આશ્ચર્ય છે. અતિશય ભારે (ગંભીર) એવા આપને ધારણ કરીને જાણે પિતે હળવા થયા હોય એમ સહેલાઈથી તરી શકે એ આશ્ચર્ય જ કહેવાય. અથવા મહાપુરુષોને મહિમા એ જ કંઈ અલૌકિક છે કે જેની કલ્પના કરવી પણ શક્ય નથી. સામાન્ય રીતે આપણે જોઈએ તે જણાય છે કે પ્રવાહીમાં, પ્રવાહીની ઘનતા કરતાં ઓછી ઘનતાવાળી વસ્તુ તરે છે અને ભારે ઘનતાવાળી વસ્તુઓ ડૂબી જાય છે. અહીં તીર્થકર પ્રભુ વિશે વિચારતાં, આચાર્યજીને તેનાથી વિરુદ્ધ પ્રકારની વસ્તુ બનતી જણાય છે. એથી તેમને ખૂબ જ આશ્ચર્ય લાગતું જણાય છે. આ સંસાર-સમુદ્રમાં કર્મભારથી લચતા જીવો ડૂબકી ખાતાં ખાતાં ચતુર્ગતિમાં ભમ્યા કરતા હોય છે આવા છે જ્યારે અતિશય ગંભીર–ભારવાળા પ્રભુને પોતાના હૃદયમાં સ્થાપે છે ત્યારે ભાર વધવાને કારણે ઝડપથી ડૂબી જવા જોઈએ. તેને બદલે જોવામાં તે એવું આવે છે કે તેઓ હળવા બની ભવરૂપી સમુદ્ર સહેલાઈથી તરી જાય છે. આ આશ્ચર્ય કેમ બને છે તે સામાન્ય રીતે સમજવામાં આવે તેવું નથી, તેમ છતાં તે બને છે તે એક હકીક્ત છે. આથી જ ચેથા ચરણમાં આચાર્યજી પ્રભુને કહે છે કે તમારા જેવા મહાન પુરુષોને મહિમા અને પ્રભાવ જ એવા અલૌકિક છે કે તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust