________________ કલ્યાણમંદિર સ્તોત્ર વિશેષ ગરમી-કો હોય છે. પછી જેમ જેમ અનંતાનુબંધીને નાશ થાય, આત્મદશા આગળ વધે તેમ તેમ ક્રોધ-ગરમી ઓછા થતાં જાય છે અને તેનું સ્થાન શીતળતા લે છે, અને ક્રમથી એ શીતળતા વધતી જાય છે. એટલે કે ક્ષાયિક સમકિત વખતે અનંતાનુબંધી કોધ નાશ પામતાં તેનું સ્થાન શીતળતાને મળે છે. જીવને ઠંડક વધતી વધતી સંપૂર્ણ ઠંડકમાં તે અવરાય ત્યાં સુધી વધે છે. જીવ જ્યારે ગુફલધ્યાનને સ્પર્શ કરે છે ત્યારે તે શીતળતા ઘણી વૃદ્ધિ પામી હોય છે–આ શીતળતાને હિમની સાથે સરખાવી શકાય. શુકલધ્યાનમાં પ્રવર્તતી ઠંડી કર્મો માટે એવી કાતિલ પૂરવાર થાય છે કે બધા કર્મો અનંતગમે નાશ પામવા માંડે છે. આમ અનંતાનુબંધી મેહનીયન નાશ કર્યા પછીનાં કર્મો આત્માની ગરમીથી નહિ, પણ ઠંડીથી નાશ પામે છે, કારણ કે શીતળતા એ આત્માને સ્વભાવિક ગુણ છે અને ક્રોધ એ બહારથી માગી આણેલી પ્રકૃતિ છે. આ આખે કમ લીલા વનોને બાળનાર શીતળતાથી સમજી શકાય છે. અહીં કર્મોને લીલા વનનાં રૂપકથી સમજી શકાય તેમ છે. લીલા ખેતરમાં નવે નવે પાક આવે છે અને વૃદ્ધિ થાય છે અને દેખાવમાં તે બહુ સુંદર લાગે છે. કર્મનું પણ એવું જ છે. કર્મોને નાશ કરવામાં ન આવે તે તેને સતત વધારે રહ્યા કરે છે. આત્મામાં વિભાવ ભાવની વૃદ્ધિ થયા જ કરે છે. જે સંગુરુના સાનિધ્યમાં રહી તેના પર સંયમ ન રાખવામાં આવે તે. વળી આ કષાયે એવા સ્વરૂપે આવે છે કે તેમાં જીવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust