________________ 70 કલ્યાણમંદિર સ્તોત્ર પ્રેમથી લેકે પૂજે છે, અને તેમને ઘણા જ પ્રભાવશાળી માને છે. આ ત્રણે મહાન ગણાતા દેવે ઉપર કામદેવે વિજય મેળવ્યું છે. બ્રહ્માને સાવિત્રી રૂપે કામદેવે પરાજિત કર્યા છે. શંકર પાર્વતીમાં મેહાઈને કામદેવથી હાર્યા છે અને લક્ષ્મીરૂપ પાસે વિષ્ણુ, કામદેવથી મહાત્ થયા છે. આ ત્રણે ય દેવ એકલા પૂજાતા નથી, તેમની જોડમાં નારીસ્વરૂપ હોય જ છે, અને ત્રણે તે નારી સ્વરૂપની સહાય વિના પાંગળા હોય એવું ગણાય છે. તેમાં જ કામદેવને વિજય સમાયેલું છે. બ્રહ્માસાવિત્રી, વિષ્ણુ-લક્ષમી અને શંકર-પાર્વતી એ જડાના પૂજનમાં જ કામદેવને પ્રભાવ જોઈ શકાય છે. ઘણું ઘણું વર્ષોનું તપ હોવા છતાં બ્રહ્મા સાવિત્રી પાસે, વિષ્ણુ લક્ષ્મી પાસે અને શંકર પાર્વતી પાસે મૂક્યા હતા, એ જ કામદેવની સમર્થતા બતાવે છે. આવા મોટા અને મહાન ગણાતા દેવે પણ કામદેવની જાળમાંથી બચી શક્યા નથી, તે પછી અન્યની તે વાત જ શું કરવા છે , ' . . . . - આ કડીમાં આચાર્યજી આપણને જણાવે છે કે હરિ, હર અને બ્રહ્માને હરાવનારા કામદેવને શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પળવારમાં હરાવ્યો હતે, એ. પાર્શ્વનાથ પ્રભુનો પ્રભાવ જ કંઈ અલૌકિક છે. તેઓ દીક્ષા લીધા પછી છદ્મસ્થ રૂપે વિચરતા હતા ત્યારે દેવોએ પ્રભુને વિચલિત કરવા માટે અનેક અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા હતા. તેમ છતાં તેઓ જરાય ચલિત ન થતાં મે શા અઠલ રહી આત્મનિમગ્ન જ રહ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust